લુણાવાડા : લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાં ભડકો ઓબીસી સમાજના કરોડોપતિ આગેવાને બગાવત કરી અપક્ષમાં ઉમેદવારી કરતા ચકચાર મચી ગઇ છે. લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ નહિ મળતા ઓબીસી સમાજના ધનાઢ્ય આગેવાને અપક્ષમાં ઉમેદવારી કરી દીધી છે. જેના કારણે ભાજપ માટે અહીં કપરા ચઢાણ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
લુણાવાડા માટે ખાંટની ઉમેદવારી
૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠક માટે એસ એમ ખાંટે આજરોજ લુણાવાડા પ્રાંત અધિકારીની કચેરીએ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચુંટણી અધિકારીને પોતાની ઉમેદવારીને ફોર્મ જમા કરાવ્યું હતું. ભાજપના જ કર્યકર અને અઢળક સંપત્તિના માલીક એવા એસ.એમ ખાંટની અપક્ષ ઉમેદવારીના પગલે લુણાવાડાના રાજકરણમાં આવ્યો રાજકીય ગરમાવો આવ્યો છે.
સિંચાઇ વિભાગના પૂર્વ અધિકારી છે ખાંટ
અપક્ષ ઉમેદવારી નોંધવનાર એસ.એમ ખાંટ સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા છે. એસ.એમ ખાંટે ભાજપમાંથી ટીકીટ માંગણી કરી હતી પરંતુ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ટિકિટને લઈને આંતરીક વિખવાદ સામે આવ્યો છે.
ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલ એફિડેવિટમાં તેમની તથા પત્નીના નામે અસંખ્ય જમીનોની માલિકી હોવાનો કરાયો છે ઉલ્લેખ તેમજ એફિડેવિટમાં ફોજદારી કેસ પડતર હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભાજપ પક્ષ દ્વારા ટિકીટ ફાળવણી ન કરતાં અપક્ષ ઉમેદવારીપત્ર ભરતા ભાજપની ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં ઓબીસી સમાજના રતનસિંહ રાઠોડને કૉંગ્રેસમાંથી ટિકિટ નહિ મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત્યા હતા ચૂંટણી ત્યારે 2022 માં ભાજપ દ્વારા ઓબીસી સમાજના આગેવાનને ભાજપ માંથી ટિકિટ ન મળતા બગાવત કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ દ્વારા બગાવત કરનાર એસ એમ ખાટનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવામાં ભાજપ મોવડી મંડળ સફળ રહે છે કે કેમ તે તો સમય જ કહેશે.
ADVERTISEMENT