દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં આજે અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડોદરા શહેર ખાતે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા 42 મી રથ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ની સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ જય જગન્નાથ ના નાદ સાથે શહેર ના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. ત્યારે વડોદરામાં આવેલ એમ એસ યુનિવર્સિટી નજીક રથયાત્રાને મોટું વિઘ્ન નડ્યું હતું. ભક્તો દોરડા વળે રથ ખેંચવા જતાં દોરડાના અચાનક બે ટુકડા થઈ ગયા હતા.
ADVERTISEMENT
વડોદરા શહેર ના રેલવે સ્ટેશન ખાતે થી બપોરે ત્રણ વાગ્યે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા નો પ્રારંભ થયો હતો. આ દરમિયાન વડોદરાની એમ એસ યુનિવર્સિટી નજીક ભક્તો ભગવાન જગન્નાથ જી ના રથને ખેચવાનો લ્હાવો લઈ રહ્યા હતા આ દરમિયાન દોરડું તૂટતાં મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે ભક્તોએ દોરડું તૂટતાંની સાથે જ રથ ન રોકાય તેના માટે ત્વરિત માનવ સાંકળ રચી હતી અને રથને આગળ ધપાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી.
મેયરે કરાવ્યો હતો રથયાત્રાનો પ્રારંભ
વડોદરાના ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રામાં શહેરના નાગરિકો સહિત વિદેશી ભક્તો પણ જોડાયા હતા. મેયર સહિતના પદાધિકારીઓએ સુવર્ણ ઝાડુથી યાત્રાનો માર્ગ સાફ કર્યો હતો અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર બાલ્કની ધરાશાયી
અમદાવાદમાં રથયાત્રાના પર્વ દરમિયાન દરિયાપુરમાં કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. દુર્ઘટના સમયે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીચે ઊભેલા લોકો પર કાટમાળ પડ્યો હતો. જેમાં 3 બાળકો સહિત 8 જેટલા ભાવિકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે પોલીસે કાટમાળમાં ફસાયેલા લોકોને દોડને બચાવ્યા હતા અને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે રથયાત્રામાં વિના અવરોધે પોતાના રૂટ પર આગળ વધી હતી. અમદાવાદમાં બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત થયું છે.
ADVERTISEMENT