ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભરતી માટે ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન બાબતે ચર્ચા થઈ છે. પરીક્ષાઓ લેવાઈ નથી કે પાછી ઠેલાઈ છે તે અંગે ચર્ચા થઈ અને પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર થશે.
ADVERTISEMENT
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ભરતી માટે ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન બાબતે ચર્ચા થઈ છે. પરીક્ષાઓ લેવાઈ નથી કે પાછી ઠેલાઈ છે તે અંગે ચર્ચા થઈ અને પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર થશે. રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે.
બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક સરકારી કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી સરકારી કર્મચારીઓના પ્રમોશન અટવાયા છે. તેથી ઝડપથી આ પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વ માતૃભાષા દિવસની થશે ઉજવણી
રાજ્યમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે. માતૃભાષાના ગૌરવની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીના રસ્તે, મળેલી ભેટ-સોગાદની કરશે હરાજી
એક દિવસ વહેલી મળી કેબિનેટ બેઠક
સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તેને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠક આજે મળી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT