Diploma Admission: ધો.10 પછી ડિપ્લોમામાં લેવું છે એડમિશન? તો જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

Gujarat Diploma Engineering College Admission: ગુજરાતની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

Diploma Admission

ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અંગે મોટા સમાચાર

follow google news

Gujarat Diploma Engineering College Admission:  ગુજરાતની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં આ વર્ષની એડમિશન પ્રોસેસ 15 એપ્રિલથી શરૂ થશે. ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરે છે.

15 એપ્રિલથી શરૂ થશે એડમિશન પ્રોસેસ

આ ડિપ્લોમા વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે-સાથે તેમની સ્કિલ્સમાં પણ વધારો કરે છે.  જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, તેઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અહીં અમે રજિસ્ટ્રેશનને લગતી તમામ વિગતો આપી રહ્યા છીએ. તમે સત્તાવાર વેબસાઈટ પર જઈને ડિપ્લોમા કોર્સ વિશે વિગતવાર જાણકારી મેળવી શકો છે. વેબસાઈટ લિંક અહીં આપવામાં આવી છે. 

ACPDCએ લીધો નિર્ણય

ગુજરાત બોર્ડનું પરિણામ હજુ જાહેર થયું નથી, પરંતુ ACPDCએ આ વખતે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઓનલાઈન એડમિશન પ્રોસેસ 15 એપ્રિલથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એડમિશન કમિટીએ વિદ્યાર્થીઓને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા જણાવ્યું છે. 

એડમિશન કમિટીની વિદ્યાર્થીઓને અપીલ

એડમિશન કમિટીએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન યુઝરે પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો જોઈએ અને તેને છેક સુધી એક્ટિવ રાખવો જોઈએ કારણ કે આઈડી બનાવતી વખતે સબમિટ કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર ઓટીપી મોકલવામાં આવે છે.

15 મે સુધી ચાલશે રજિસ્ટ્રેશન પ્રોસેસ

ગુજરાતની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15મી એપ્રિલથી 15મી મે સુધી ચાલશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ 27 મે સુધી મોક રાઉન્ડમાં ભાગ લઈ શકશે. મોક રાઉન્ડનું પરિણામ અને ફાઈનલ મેરિટ લિસ્ટ 30 મેના રોજ જાહેર કરવામાં આવશે. 6થી 10 જૂન સુધી વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ઓનલાઈન ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.
 

    follow whatsapp