અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરપ્રદેશનો કુખ્યાત અપરાધી અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અતિક અહેમદ હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉમેશ પાલની હત્યા કરી નાખી અને તેમાં અતિક અહેમદ ગેંગનું નામ આવ્યું હતું. જેમાં તપાસ કરતા કરતા અતિક અહેમદ દ્વારા કેટલાક નિર્દેશો અપાયા હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી તરફ અતિક અહેમદના પરિવાર પર સકંજો કસવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ગૃહરાજ્યમંત્રી અચાનક સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા
જો કે ગૃહરાજ્યમંત્રી શાહીબાગ ખાતે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે અચાનક છોડીને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી ગયા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેઓ અચાનક પહોંચી જતા હડકંપ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ કાર્યક્રમ અધુરો છોડીને શા માટે સેન્ટ્રલ જેલ પહોંચ્યા તે મુદ્દે અનેક તર્ક વિતર્કો શરૂ થઇ ગયા હતા. હાલ તો આ અંગે કોઇ અધિકારીક સમાચારો પ્રાપ્ત નથી થઇ રહ્યા. પરંતુ અતિક અહેમદ અંગેનો કોઇ મામલો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સુત્રો અનુસાર છેલ્લા ત્રણ દિવસથી તબિયત ખરાબ હતી
સુત્રો અનુસાર અતિક અહેમદની તબિયત છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હતી. તેનું સ્વાસ્થય સતત કથળી રહ્યું હોવાના કારણે તેની જેલમાં જ સારવાર ચાલી રહી હતી. જો કે હવે આઝે અચાનક હર્ષ સંઘવી કાર્યક્રમ અધુરો છોડીને જેલમાં પહોંચી જતા અનેક તર્ક વિતર્કો શરૂ થઇ ગયા છે. હાલ તો સમગ્ર મામલે અધિકારીક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT