રાજકોટ: ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. સુરત અને અમદાવાદમાં દિવ્ય દરબાર દોજય બાદ છેલ્લા બી દિવસથી રાજકોટમાં દિવ્યદરબાર યોજી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો હતો. આ દરમિયાન રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં લેખિત અરજી મોકલવામાં આવી છે. રાજકોટનાં હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને અરજી કરી છે. જે અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જામનગરનાં શ્રદ્ધાળુને મંદિર નિર્માણ માટે ફાળો આપવાનું કહી હિપ્નોટાઈઝ કરી 13 હજાર રૂપિયા પડાવ્યા છે.
ADVERTISEMENT
હેમલ વિઠ્ઠલાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરૃદ્ધ અરજી કરી જેમાં લખ્યું છે કે, મારી પાસે 13 હજાર રૂપિયા હતા તે મે આપી દીધા. હું ગભરાઇ ગયો એટલે મે પૈસા ચરણોમાં ધરી દીધા હતા. કાર્યક્રમ બાદ પૈસા પરત આપવાની વત કરવામાં આવી હતી. પરંતું કાર્યક્રમ બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. આ સાથે આ મામલે કાયદાકીય લડાઇ લડવાની પણ હેમલ વિઠ્ઠલાણી દ્વારા કરવામાં આવી છે.
આયોજકોએ કર્યો બાબાનો બચાવ
રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વીઆઇપી દરબાર બાદ ખુરશી વહેચવાનો વિવાદ અને હવે હિપ્નોટાઇઝ કરીને પૈસા પડાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જોકે આ મામલે આયોજકોએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, દરેકે પોતાની મરજીથી પૈસા આપ્યા છે. આ બાબાને બદનામ કરવાનું ષડયંત્ર છે.
જાણો શું લખ્યું અરજીમાં
ADVERTISEMENT