રાજકોટ: ધોરાજીમાં આવેલી રોયલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી ધો. 11 સાયન્સની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તે પોતાના પિતાને ક્યારેય માફ નહીં કરે એમ લખેલું છે. હોસ્ટિલના રૂમમાં વિદ્યાર્થિની આપઘાતના સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
મોડી રાત્રે હોસ્ટેલ રૂમમાં જ ફાંસો ખાધો
પ્રાપ્ત વિગતો મુજબ, રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી દિવ્યા નામની વિદ્યાર્થિની હોસ્પિટલમાં જ રહીને અભ્યાસ કરતી હતી. જ્યારે તેનો પરિવાર કુતિયાણામાં રહેતો હતો. દિવ્યા પિતા રમેશભાઈ BSFમાં જવાન રહી ચૂક્યા છે. દરમિયાન દિવ્યાએ મોડી રાત્રે હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ લેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. દિવ્યાના પિતાને ઘટનાની જાણ કરાતા તેઓ પણ હોસ્ટેલ દોડી આવ્યા હતા.
સ્યુસાઈડ નોટના શબ્દશ: અક્ષર
રૂમમાંથી દિવ્યાની એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે પિતાને પોતાના આપઘાતનું કારણ ગણાવે છે. સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, “પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. સોરી દાદી”. “આઈ હેટ યુ પપ્પા, મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હૈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.”
આપઘાત પહેલા પરિવાર સાથે વાત કરી
માહિતી મુજબ દિવ્યાએ અંતિમ પગલું ભરતા પહેલા પરિવાર સાથે ફોન પર અડધો કલાક સુધી વાત કરી હતી અને આ પછી આવું ભયાનક પગલું ભર્યું હતું. હાલમાં તો ધોરાજી પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT