ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં એન્ટ્રી પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેનનું મોટું નિવેદન

રાજકોટઃ દેશભરમાં બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. વિગતો મુજબ, સુરત અને રાજકોટમાં મે અને…

ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં એન્ટ્રી પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેનનું મોટું નિવેદન

ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં એન્ટ્રી પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેનનું મોટું નિવેદન

follow google news

રાજકોટઃ દેશભરમાં બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. વિગતો મુજબ, સુરત અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. જે મુજબ સુરતમાં 26 અને 27 મેના રોજ તો રાજકોટમાં 1લી અને 2જી જૂને આ કાર્યક્રમ યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાતે આવે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. જોકે આ તરફ ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ફેલ જશે તેવી ખુલ્લી ચેલેન્જ સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. ચેરમેને કહ્યું કે સરકારે જ આવા લોકોને ગેરમાર્ગે દોરતા કાર્યક્રમોને ગુજરાતમાં પરવાનગી આપવી ના જોઈએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીને અમે લલકારીએ છીએઃ વિજ્ઞાન જાથાના ચેરમેન
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારના મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આકરા શ્વરમાં બાગેશ્વર સરકારની ઝાટકણી કાઢી હતી. જયંત પંડ્યાએ બાગેશ્વરના દિવ્ય દરબારને થતા પહેલા જ સરકારે અટકાવવો જોઈએ તેવી માગ પણ કરી હતી અને સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ ફેંકી હતી કે તેઓ નોટના નંબર કહી દે, વિદેશી નોટના નંબર કહી દે, અમારા એટીએમ કાર્ડના નંબર કહી દે ત્યાર બાદ જ દિવ્ય દરબારને ચાલુ કરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે. લોકોએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિરોધ કરવો જોઈએ. વિજ્ઞાન જાથા આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યું છે. ગુજરાતની પ્રજા સમજુ છે, અહીં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં જેવા દવા કરવામાં આવે છે તેટલી સંખ્યા નહીં થાય.

પાટણઃ 4000 લોકો માનવ લાશ વાળું પાણી 4 દિવસથી પીતા હતા, પાઈપમાંથી મળ્યું ધડ

સુરત અને રાજકોટમાં કાર્યક્રમ
વિગતો મુજબ, આગામી 26 અને 27 મેના રોજ સુરતમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાશે. લિંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ બાદ રાજકોટમાં આવેલા રેસકોર્સ મેદાનમાં પણ 1લી અને 2જી જૂને બે દિવસીય દિવ્ય દરબાર ભરાશે. જેમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રી આ પહેલા મહારાષ્ટ્ર અને બિહારમાં પણ પોતાના કાર્યક્રમ કરી ચૂક્યા છે.

અગાઉ પટણામાં ભારે ભીડથી લોકો બેભાન થયા હતા
જેમાં બિહારમાં પટનામાં યોજાયેલા દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારે ભારે ભીડ અને ગરમીના કારણે લોકોની તબિયત ખરાબ થતા દિવ્ય દરબારને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે કથાને ચાલુ રાખવામાં આવી હતી. કથા દરમિયાન પંડાલમાં ગરમી અને ઓક્સીજનની અછત સર્જાતા કેટલાક લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે કથામાં ઓછી સંખ્યામાં લોકો આવે. ગરમી વધારે છે, આથી ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા કથા સાંભળે.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp