ચોમાસાના આરંભે જ ધરોઈ ડેમમાં 68 ટકા પાણીઃ બે વર્ષ માટેનું સિંચાઈ-પીવાનું પાણી એકત્ર

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાત માટે પીવાના તેમજ સિંચાઈના પાણી માટેની એકમાત્ર આધાર સ્તંભ ગણાતી યોજના ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 68% સુધી પાણી પહોંચતા સ્થાનિકો…

gujarattak
follow google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાત માટે પીવાના તેમજ સિંચાઈના પાણી માટેની એકમાત્ર આધાર સ્તંભ ગણાતી યોજના ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 68% સુધી પાણી પહોંચતા સ્થાનિકો માટે ખુશીનો માહોલ સર્જાયો છે. સાબરમતી નદી, રાજસ્થાનના ઉદેપુરથી શરૂ થઈ સાબરકાંઠાના વડાલી પાસે આવેલા ધરોઈ જળાશયમાં વિલય થાય છે. જોકે ધરોઈ જળાશયને પગલે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા સહિત 29 મોટા શહેરો અને 800 ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે પાયારૂપ સુવિધા પૂરી પાડે છે ત્યારે હાલમાં ચોમાસાના પ્રારંભે પડેલા વરસાદે જ ધરોઈ જળાશયની સપાટી 68% એ પહોંચતા આગામી બે વર્ષ સુધી પીવાના પાણી સહિત સિંચાઈની સુવિધા માટે ઉત્તર ગુજરાતને નિશ્ચિત થયું છે. તેમજ સ્થાનિક કક્ષાએ જળ સપાટીમાં પણ વ્યાપક વધારો થતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

છેલ્લા ત્રણ દિવસમાં અધધધ પાણીનો વધારો
રાજસ્થાન તેમજ ગુજરાતની સરહદ ઉપર બનાવવામાં આવેલા ધરોઇ જળાશયના પગલે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકી છે. જોકે આ વખતે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સાબરમતી નદીમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં ધરોઈ જળાશયમાં જળ સપાટીમાં વ્યાપક વધારો થયો છે. જોકે એક તરફ હરણાવ સાબરમતી સહિતની નદીઓમાં ભારે પુર આવતા ધરોઈ જળાશયની સપાટી હાલમાં 68% એ પહોંચી છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે.

પુત્રના લગ્નની ખુશી મનાવી રહેલ માતાને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

ડી.એમ. રાવોલ, કાર્યપાલક ઈજનેર, ધરોઈ

ધરોઇ જળાશય યોજના આગામી સમયમાં પૂર્ણ સપાટીએ પહોંચશે તો બિજી બાજુ પ્રતિદિન ઘટતા જતા ભૂગર્ભ જળ સપાટીના સ્તર સુધરશે તે નક્કી બાબત છે ત્યારે જોવું એ રહે છે કે પ્રથમ વરસાદે જ 68% સુધી જળ સપાટી ધરાવનાર ધરોઈ જળાશય આગામી સમયમાં ક્યારેય પૂર્ણ સપાટીએ છલકાય છે, અથવાતો તેને પૂર્ણ સપાટીએ છલકાવામાં મેઘરાજા કેટલો સમય લગાડે છે.

    follow whatsapp