કચ્છ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ચવાયેલ છે. ત્યારે કાલે મોડી રાત્રે ફરી એક વખત ભૂકંપના આચકાથી લોકો ભયના ઓથ હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ત્યારે આજે સવારે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. લખપત નજીક 3.8 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુંભવાયો હતો.
ADVERTISEMENT
કચ્છમાં સવારે 10.49 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફેંબ્રુઆરી માસમાં ગુજરાતમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 62 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યુ છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી રાજ્યમાં ભયનો માહોલ છે.
અમરેલી અને રાજકોટમાં પણ ભૂકંપનો આંચકો
એક તરફ તુર્કીની તબાહીથી લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ મોડી રાત્રે 1:42 મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ,વકીયા,સાકરપરા,મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.ગઈકાલે રાજકોટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ.
અમરેલી અને કચ્છમાં સતત ભૂકંપના આચકાથી લોકોમાં બહેનો માહોલ છવાયો છે. અમરેલીમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે કાલે મોડી રાત્રે પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT