સુરત : ધનતેરસના દિવસે સોનુ કે ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. તેવામાં સુરતીએ દરેક તહેવારોમાં કંઇક નવું કરતા હોય છે. ઘોડદોડ રોડ પર આવેલા એક જ્વેલર્સ દ્વારા સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપે એક મહિલાને બેસાડ્યા હતા. જેને લક્ષ્મીજી જેવો ગેટઅપ આપવામાં આવ્યો હતો. જો કોઇ ગ્રાહક સોનુ ખરીદે તો લક્ષ્મીજીના હસ્તે તેમને સોનું-ચાંદી આપતા હતા.
ADVERTISEMENT
સુરતના ઘોડદોડ રોડ પર જ્વેલર્સ દ્વારા અનોખી પહેલ
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી રીજન્ટ આર્કેડમાં આવેલા ખૈતાન જ્વેલર્સમાં મહિલાને લક્ષ્મીજી સ્વરૂપે બેસાડ્યા હતા. સોના ચાંદીના આભૂષણો પહેરીને લક્ષ્મીજી સ્વરૂપે મહિલાના લોકો આશિર્વાદ પણ આપી રહ્યા હતા. આશીર્વાદમાં રોકડ અને સોના ચાંદીની વસ્તુઓ પણ ગ્રાહકોને આપતા હતા.
લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા
આ રીતે લક્ષ્મીજી કોઇ શોપમાં ગ્રાહકોને કંઇક અલગ મળે તે માટે અમને આ યુનિક વિચાર આવ્યો હતો. જેથી અમે લક્ષ્મીજીના ગેટઅપને સુટ થાય તેવી એક મહિલાનો સંપર્ક કરીને તેમને લક્ષ્મીજી સ્વરૂપે બેસાડ્યા હતા. માત્ર તેમને બેસાડ્યા તેટલું જ નહી પરંતુ તેઓ આવ્યા ત્યારે અમે વિધિવત્ત રીતે તેમનું પુજન પણ કર્યું હતું. લોકોએ પણ આ પ્રયાસને સરાહ્યો હતો અને ગ્રાહકો તેમના હાથેથી ન માત્ર સોનુ-ચાંદી લેતા હતા પરંતુ તેમને પગે પણ લાગી રહ્યા હતા.
ADVERTISEMENT