રાજકોટ : શહેરમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરનારા દેવાયત ખવડને શોધવામાં પોલીસ અસમર્થ રહી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગુનો દાખલ કર્યો છે. દેવાયત ખવડ સહિતના આરોપીઓ જો કે પોલીસ પકડથી દુર છે કે, પોલીસ તેને છાવરી રહી છે તે મોટો સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડના વારંવાર વીડિયો સામે આવી રહ્યા છે તેમ છતા પોલીસ પકડી નથી રહી.
ADVERTISEMENT
FIR ના ઢગલાની વાતો કરતો ખવડ પોતે એક ફરિયાદ બાદથી જ ગુમ
જો કે ડાયરામાં મોટી મોટી વાતો કરતો દેવાયત ખવડ પોતાના પર એક કેસ દાખલ થયા બાદ ફરાર છે. આગોતરા જામીનની અરજી કરી હતી. આવતીકાલે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવડના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં દેવાયત ખવડના ભાવીનો નિર્ણય થશે.
પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ખવડે યુવાન પર કર્યો જીવલેણ હુમલો
દેવાયત ખવડે પાર્કિંગ જેવી ખુબ જ સામાન્ય બાબતે મયુરસિંહ રાણા પર પોતાના મિત્રો સાથે હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા હતા. દેવાયત ખવડ સમયે સમયે પોતાના વિડિયો મેસેજ જાહેર કરતો રહે છે પરંતુ આપણી બહાદુર પોલીસ તેને શોધવામાં અસમર્થ છે. હાલ તો મયુરસિંહ રાણાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ક્ષત્રીય સમાજ પણ દેવાયત વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યો છે.
ADVERTISEMENT