અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે પ્રસાદના પેકેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોને હવે કાગળ નહીં પરંતુ પોલિમરના બોક્ષમાં પ્રસાદ આપવામાં આવશે. કાગળના બોક્ષમાં ઘી ચૂસાઈ જતા ટ્રસ્ટ દ્વારા પોલીમર બોક્ષમાં પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રસાદનો જે ભાવ તાજેતરમાં વધ્યો હતો તે પણ હવે ફરીથી ઘટાડી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ત્રણ પ્રકારના બોક્સમાં પ્રસાદ મળે છે
અંબાજી મંદિરમાં પ્રસાદ ત્રણ પ્રકારના પેકિંગમાં મળતો હતો. જેમાં 15, 25 અને 50 રૂપિયાના પેકેટ હતા. જોકે કાગળના ભાવ વધતા પ્રસાદનો ભાવ વધારીને 18, 28 અને 52 રૂપિયા કરાયા હતા. હવે પોલિમર પેકેટનું સસ્તું પડતું હોવાથી પ્રસાદના ભાવ ઘટાડીને ફરી 25 રૂપિયા કરી દેવાયા છે. જોકે રૂ.18 વાળું બોક્સ હજુ થોડો સમય સુધી મળતું રહેશે. 100 ગ્રામનું આ પોલિમર બોક્સ રિસાઈક્લિંગ હોવાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં થાય.
માત્ર રૂ.25માં પોલીમર બોક્સમાં પ્રસાદ મળશે
કાગળના બોક્સ કરતા પોલીમર બોક્સ ખુબજ સુંદર દેખાય છે. આ સિવાય અંબાજી મંદિર ખાતે ફરાળી ચીકીનો પ્રસાદ પણ આપવામા આવે છે. આ અંગ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર આર.કે પટેલે જણાવ્યું હતું કે, ફૂડગ્રેઈન્સમાંથી બનેલું આ પોલીમર બોક્સ લાંબું ચાલે તેવું ટકાઉં પણ છે. હાલમાં રૂ.25ના પ્રસાદમાં આ બોક્સ મળશે. જ્યારે રૂ.18વાળા પ્રસાદમાં કાગળનું બોક્સ થોડો સમય ચાલું રહેશે. આગળ સૂચના મળશે તો તેને પણ પોલીમર બોક્સમાં આપવામાં આવશે.
ADVERTISEMENT