દાહોદઃ દાહોદના રસ્તાઓ પર અવારનવાર ગંભીર અકસ્માતો બની ચુક્યા છે છતાં વાહન ચાલકો પોતે અને અન્યોનો પણ જીવ જોખમમાં મુકી દે તેવી રીતે ઓવરટેક કરવાની લ્હાયમાં ગંભીર અકસ્માતોને આવકારતા હોય છે. આવો જ એક આવકારો દેવગઢ બારિયામાં બોલેરો ચાલકે આપ્યો હતો. બોલેરો ચાલકે એક ટ્રેક્ટરની ઓવરટેક કરવાના ચક્કરમાં સામેથી આવતી રિક્ષાને જોયા વગર ઓવરટેક કરવા જતા રિક્ષા ટ્રેક્ટરમાં ભટકાઈ હતી અને પોતે બોલેરો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક આધેડ મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
BIG BREAKING: આ કુખ્યાત ડોનને જેલમાં જ 45 ઘા મારીને ઢાળી દેવાયો, અતિક કરતા પણ ક્રુર હત્યા
સ્ટિયરિંગ પરથી ગયો કાબુ અને…
દેવગઢ બારીયાના પુવાળા ખાતે આજે મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ધાનપુર તરફથી આવતી એક બોલેરો કારના ટાલકે ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતા સામેથી આવતી છકડો રિક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે છકડો લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાયો હતો. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT