રાજકોટઃ દેવયત ખવડને મયુરસિંહ રાણા નામના યુવાન પર હુમલા મામલે આજે સોમવારે વધુ એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લોક કલાકાર દેવાયત ખવડના કોર્ટે બે દિવસના અગાઉ રિમાન્ડ આપ્યા હતા તે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ આજે તેને રજૂ કરાયો હતો. કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.
ADVERTISEMENT
પોલીસને શોધ્યો ન મળતો દેવાયત હાજર થઈ ગયો
મયુરસિંહ રાણા નામના યુવાન પર હુમલાના આરોપમાં દેવાયત ખવડ 10 દિવસથી ફરાર રહ્યો હતો. જોકે નાટકીય રીતે તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તે પછી તેની ધરપકડ સહિતની કાર્યવાહી પોલીસે આરંભી હતી. પોલીસને શોધ્યો ન જડતો દેવાયત પોલીસ મથકે સરેન્ડર કરી ગયો હતો. પોલીસે તેની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ કોર્ટ સમક્ષ માગ્યા હતા જેમાંથી કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે તેના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને વધુ કોઈ રિમાન્ડ આપ્યા નથી અને હવે તેને જેલમાં ધકેલ્યો છે.
ખવડના વકીલે કહ્યું…
દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું કે, આજે દેવયત ખવડને રિમાન્ડ પુરા થતા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સામે તરફથી કોઈ વધુ રિમાન્ડની માગણી ન થઈ અને દેવાયત ખવડને જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા છે. આ કેસમાં 307 કલમ અંતર્ગતના કોઈ પણ રીતે સંજોગો આવતા નથી. આ મારું વલણ પહેલા પણ હતું, હજુ પણ છે અને જામીન વખતે પણ રહેશે.
(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT