LRD ઉમેદવાર અને પોલીસ પરિવાર સાથે ગેરવર્ણુંક, 60 થી વધારેની અટકાયત

અમદાવાદ : ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમરાહે નોકરી આપવાની પડતર માંગ સાથે આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટા પ્રમાણમાં…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમરાહે નોકરી આપવાની પડતર માંગ સાથે આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટા પ્રમાણમાં આંદોલનકારીઓ ઉમટી પડ્યાં હતા. ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ સાથે બોલાચાલી પણ થઇ હતી. બીજી તરફ LRD ઉમેદવારો પણ ધરણા કરી રહ્યા છે. જેના કારણે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે તમામ 60 થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરી છે.

શહીદ પોલીસ જવાનના પરિવારને નોકરીની માંગ
પોલીસ પરિવાર દ્વારા પડતર માંગણીઓ લઇને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ પરિવારોને વર્ગ 3 અને 4 માં નોકરી આપવાની માગ સાથે પોલીસ પરિવારો કરી રહ્યા છે પોલીસ પરિવારની માગ છે કે, રહેમરાહે નોકરી શરૂ કરવામાં આવે. આ ઉપરાંત 5-7-2011 નો ઠરાવ રદ્દ કરવામાં આવે. ગુજરાત પોલીસમાં 1985 થી 2017 સુધીમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓનાં પરિવારને સરકાર ન્યાય આપે અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે તેવી માંગ હાલ તો પોલીસ પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે.

LRD ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવાની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તમામ પડતર માંગણીઓ હોય તેવા તમામ સરકારી, અર્ધસરકારી અને બોર્ડ નિગમના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. આપના સક્રિય થયા બાદ કુણી પડેલી સરકાર પણ એક પછી એક માંગણીઓ માની રહી છે. તેવામાં રોજે રોજ એકાદુ આંદોલન શરૂ થયાના સમાચાર આવે છે. પોલીસ પોતે પણ આંદોલન કરી ચુકી છેતેવામાં પોલીસ દ્વારા પણ આંદોલનકારીઓ સાથે કુણુ વલણ દાખવવામાં આવી રહ્યું છે.

    follow whatsapp