ખેડા: એસા કોઈ ખાતા નહીં જિસમે લૉગ ખાતે નહીં, આ સૂત્ર તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે, આ સૂત્ર પરથી સરકારી બાબુઓની નિયત છતી થાય છે. આવા જ એક સરકારી બાબુએ સરકારી કર્મચારીની આબરૂ પર કીચડ ઉછાળ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલના નાયબ મામલતદાર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે.
ADVERTISEMENT
ખેડા જિલ્લાના કઠલાલના નાયબ મામલતદાર એન.ડી.ઝાલા 25,000ની લાંચ લેતાં ખેડા એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી પાડયા છે. પીઠાઈ ગામ આવેલ ખેતી લાયક જમીનની કાચી એન્ટ્રીમાંથી પાકી એન્ટ્રી કરવામાં માટે કઠલાલના નાયબ મામલતદાર એન.ડી.ઝાલાએ લાંચ માંગી હતી. લાંચમાં એન.ડી.ઝાલાએ 45 હજાર રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ ગઈકાલે 20 હજાર નાયબ મામલતદારને આપ્યા હતા અને આજે બીજા 25 હજાર રૂપિયા આપવાના હતા. તે દરમિયાન ખેડા એસીબીએ છટકું ગોઠવી નાયબ મામલતદારને રંગે હાથ ઝડપી પાડયા હતા. આમ, સરકારી અધિકારીઓ આ પહેલા પણ અનેક કામ માટે રકમ માંગી ચૂક્યા છે અને સરકારી કર્મચારીઓના નામ પર કિચડ ઊછાળી ચૂક્યા છે.
સરકારી કર્મચારીઓને જાણે કાગળમાં ખાલી પૈસા જ ખૂટતા હોય તે રીતે પૈસાની માંગણી કરી અને લોકોને લૂટતા આવે છે. જનતાની સેવા કરનાર કર્મચારીઓ જો આ રીતે જ સેવા કરશે તો જનતા લુટાઈ જશે અને કર્મચારીઓ માલામાલ થતાં જશે. જોવાનું એ રહ્યું કે, કઠલાલના નાયબ મામલતદાર એન.ડી.ઝાલાએ આ પહેલા કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે અને કેટલા લોકોને આમ લૂટયા છે. આ સહિત આ લાંચની રકમમાં કેટલા લોકોના ભાગ છે તે જોવાનું રહ્યું
(વિથ ઇનપુટ હેતાલી શાહ)
ADVERTISEMENT