ધનેશ પરમાર , બનાસકાંઠા: માનસીક વિકૃતિની ચરમસીમા વટાવી ચૂકેલા એક પંચાવન વર્સીય વ્યક્તિએ બે વર્ષ અગાઉ લાખણીનાં ખેરાલા ગામે ખેત મજૂરી કરતા પરિવારની માત્ર 13 માસની દીકરીને પોતાની વિકૃત હવસ સંતોષવા નિશાન બનાવી હતી.જેમાં માતાની ગેરહાજરીમાં ઘોડિયામાં સુતેલી માત્ર 13 માસની માસુમ બાળકીની એકલતાનો લાભ લઈ આઘેડ ખેતર માલિકે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેની ટ્રાયલ દિયોદર સેશન કોર્ટમાં ચાલી હતી.જોકે ટ્રાયલ બાદ કોર્ટે આ આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે.
ADVERTISEMENT
જાણો શું હતી ઘટના
લાખણી તાલુકાના ખેરાલા ગામમાં ઘોડિયામાં સુધેલી 13 મહિનાની માસુમ બાળકીને એકલી જોઈ એક વૃદ્ધ વ્યક્તિમાં પીચાસી હવસ પેદા થઈ હતી. અને તેણે બાળકી ને ઘોડિયામાંથી બહાર કાઢી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.જેનાથી બાળકીના ગુપ્તાંગ માંથી લોહી નીકળવા લાગ્યુ હતું. અને તે રડવા લાગી હતી.જોકે અચાનક તેની માતા છાશ લઈ પરત આવતા તેને પોતાની બાળકી સાથે થયેલ આ કૃત્ય જોતા તે ડઘાઈ ગઈ હતી.અને તે બાદ આ મામલે આરોપી વિરૂદ્ધ આગઠલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બે વર્ષ પહેલા ઘટી હતી ઘટના
આ કેસ બે વર્ષ બાદ સુનાવણી પર આવતા અને દિયોદર સેશન કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે .આ ઘટના બે વર્ષ અગાઉ એટલે કે 14 માર્ચ 2020 ના રોજ બની હતી જ્યારે માસુમ દિકરી એકલી ઘોડિયામાં સૂતી હતી અને તેની માતા ખેતરમાં છાસ લેવા ગઈ ત્યારે તેમની એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ તે માસની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
તમામ પુરાવા કોર્ટ સમક્ષ આવ્યા સામે
આરોપી અને ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારી ઉંમર 55 વર્ષ જ્યારે ખેતરમાં એકલા હતા અને પીડિતાની માત્ર 13 માસની દીકરી ઘોડિયામાં સુતી હતી. ત્યારે આ એકલતાનો લાભ લેવા હવસભુખ્યા વરું સમાન હીરાભાઈ ચેલાભાઈ રબારીએ માસુમ બાળકી સાથે અડપલા શરૂ કર્યા હતા.આ ક્રૂરતા પૂર્વકના અડપલાં થી માસુમના ગુપ્ત ભાગે લોહી વહવા લાગ્યું હતું.અને તે દર્દ થી રોવા લાગી હતી.જોકે તપાસ દરમિયાન મેડિકલમાં બાળકીના ગુપ્ત ભાગમાં ઇજા પણ આવ્યો હતો.આ તમામ પુરાવા કોર્ટ સમક્ષ આવ્યા હતા
આ ચકચારી કેસ દિયોદર એડિશનલ સેસન કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. અને સરકારીની દલીલો સ્પષ્ટપણે સાબિત કરતી હતી કે આરોપીઓએ પોતાના વિકૃત હવસ સંતોષવા આ માસુમ બાળકી સાથે ક્રૂરતા આચરી હતી,અને તેના શરીર ના ગુપ્ત ભાગ પર ઈજાઓ પહોંચાડી હતી.આ મેડિકલ પુરાવો પણ કોર્ટને મળ્યો હતો. ત્યારે તે તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી હીરાભાઈ ચેલાભાઈ રબારીને 20 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને 1 લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનારની માતાને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં વૃદ્ધાનો ભોગ લેનાર ગાયનાં માલિકની ધરપકડ, તંત્ર આકરા પાણીએ
વકીલે ફાંસીની સજા પર વકીલે ભાર મૂક્યો
આ કામે આરોપી સામે કોર્ટે 12 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી.જે પુરાવા આરોપીની વિરુદ્ધમાં પડ્યા હતા અને આ કામે મેડિકલ પુરાવા જોતા બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી પણ નીકળ્યું હતું. આરોપીને ખેતરમાં ઘોડિયામાં સુતેલી બાળકી સાથે ગંદી હરકત કરતા ખુદ પીડિતાની માતાએ આરોપીને જોયો હતો. કોર્ટે આરોપીને સજા ફટકારી છે ખરેખર આવા કિસ્સામાં ફાંસીની જરૂરિયાત છે તે બાબતે પણ સરકારી વકીલે ભાર મૂક્યો હતો. આરોપી ખેતરમાં એકલો જ રહેતો હતો અને વિકૃત માનસિકતા ધરાવતો હતો.આરોપી એકલવાયું જીવન જીવતો હતો.જેથી વિકૃત અને ક્રૂરતા આચરણ શીખ્યો હતો.જોકે તેની આ અપરાધિક વૃત્તિ કાયદાની કોર્ટમાં ઉજાગર થતાં હવે તે 20 વર્ષ સુધી પોતાની આ હરકતોથી જેલવાસ ભોગવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT