SURAT માં 7 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર રાક્ષસને ફાંસીની સજા

સુરત : શહેરમાં વધારે એક બળાત્કારીને ઉદાહરણીય સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. સુરતમાં 7 વર્ષીય બાળકીની સાથે બળાત્કાર અને હત્યાના મુદ્દે સુરતની કોર્ટે આરોપી…

gujarattak
follow google news

સુરત : શહેરમાં વધારે એક બળાત્કારીને ઉદાહરણીય સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. સુરતમાં 7 વર્ષીય બાળકીની સાથે બળાત્કાર અને હત્યાના મુદ્દે સુરતની કોર્ટે આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા ફટકારી હતી. સાથે જ પીડિત પરિવારને 23 લાખ 50 હજાર રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો.

મુકેશ પંચાલ નામના શખ્સે બાળકીને ચોકલેટના બહાને લઇ જઇને દુષ્કર્મ આચર્યું
ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરતના ચોક બજાર વિસ્તારમાં મુકેશ પંચાલ નામના એક વ્યક્તિએ બાળકીને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ વિસ્તારમાં લઇ ગયો હતો.ચોકલેટના બહાને 44 વર્ષીય પાડોશી મુકેશ પંચાલ દ્વારા બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ખુબ જ ધૃણાસ્પદ કિસ્સામાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટ દ્વારા આ આરોપીને કડક સજા ફટકારવામાં આવી હતી.

ઉદાહરણીય ચુકાદો આપવામાં આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બળાત્કારની સતત વધી રહેલી ઘટનાઓને પગલે કોર્ટ દ્વારા ઉદાહરણીય ચુકાદાઓ આપવામાં આવે તે ખુબ જ જરૂરી છે. ખાસ કરીને નાની બાળાઓ પર થયેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટ દ્વારા આકરૂ વલણ અપનાવાતું હોય છે. તેવામાં આ ચુકાદો ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ શકે છે.

    follow whatsapp