ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રોમિસિંગ વોટર્સને આકર્ષિત કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે હવે તમામ રાજકીય પક્ષોએ સમાજના અલગ અલગ તબક્કા મુદ્દે રાજનીતિ શરુ કરી દીધી છે. તેવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત્તનો મુદ્દો ગરમાયો છે. જેના કારણે હાલ આ તમામ પક્ષો દ્વારા ઓબીસી મુદ્દે રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે માંગ કરી
કોંગ્રેસ પણ આ મુદ્દે હવે વહેતી ગંગામાં હાથ ધોવા માટે પહોંચી ચુકી છે. પોતાની છુટતી વોટબેંકને કબ્જે કરવા માટે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટેની માંગ કરી છે. આ અંગે સમર્પિત આયોગને રજુઆત પણ કરી હતી. અમિત ચાવડાએ કહ્યું કે, જ્ઞાતી આધારિત વસ્તી ગણતરી થવી જોઇએ અને બજેટમાં પણ તે અનુસાર જ જોગવાઇ અને રકમની ફાળવણી થવી જોઇએ. આ ઉપરાંત કરાર આધારિત ભરતીમાં પણ અનામત પ્રથા લાગુ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
ઓબીસી સમાજને ભુંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં 52 ટકા વસ્તી ધરાવતો અને 146થી વધારે જ્ઞાતીઓનો સમુહ ધરાવે છે તે સમુહ સાથે અન્યાય થઇ રહ્યો છે. તેની સાથે ભાજપે અન્યાય કર્યો અને આ સમાજને ભુંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર હતું. જે શહેરમાં જેટલા ટકા વસ્તી છે તે પ્રમાણે અનામત મળવી જોઇએ. ઓબીસી સમાજની વસ્તીના આંકડાઓમાં છેડછાડ કરવા માટે નિર્દેષ અપાયા છે. જે આંકડા બહાર પડાયા છે તે પણ ખોટા છે.
ADVERTISEMENT