દિલ્હીમાં સાક્ષીની હત્યા પર સુરતમાં રોષ જોવા મળ્યો, હત્યારા સાહિલનું પૂતળું બાળીને ફાંસીની સજાની માંગ કરી

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સાહિલ નામના છોકરા દ્વારા દિલ્હીમાં સાક્ષી નામની છોકરીની હત્યા કરવામાં આવતા હવે દેશના અન્ય ભાગોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાક્ષીની હત્યાનો…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સાહિલ નામના છોકરા દ્વારા દિલ્હીમાં સાક્ષી નામની છોકરીની હત્યા કરવામાં આવતા હવે દેશના અન્ય ભાગોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાક્ષીની હત્યાનો લાઈવ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો શેર કર્યો છે, જેણે જોયો છે તે તમામ જોઈને ચોંકી ગયા છે. આ હત્યાથી રોષે ભરાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લોકોએ ગુજરાતના સુરતમાં સાક્ષીના હત્યારા સાહિલનું પૂતળું બાળ્યું હતું અને માંગણી કરી હતી કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તેને ફાંસી આપવામાં આવે.

સુરતમાં હત્યારાનું પૂતળું સળગાવાયું
દિલ્હીથી સાક્ષીના હત્યારા સાહિલનું પૂતળું ગુજરાતના સુરતમાં સળગાવવામાં આવી રહ્યું છે. લાઇટ એરિયાના એન્ટ્રન્સ ગેટ પર સાહિલનું પૂતળું દહન કરવામાં આવ્યું. સાહિલ નામનો યુવક જે રીતે સાક્ષી નામની યુવતીને એક પછી એક ઘા મારતો રહ્યો દિલ્હીમાં આવતા-જતા લોકો આ બધું પોતાની આંખે જોતા રહ્યા, કોઈએ તેને બચાવવાની કોશિશ કરી નહીં. હાં એક વ્યક્તિએ શરૂઆતમાં તેની પાસેથી ચાકુ છીનવી લેવાના પ્રયત્ન કર્યા પરંતુ તે સફળ થયો ન્હોતો. આ શરમજનક બાબત છે. સાહિલ નામના યુવકે સાક્ષી નામની યુવતીને બેરહેમીથી ઘણી વખત છરીના ઘા મારીને મારી નાખી. જેનાથી ABP વિદ્યાર્થી સંગઠનના લોકો ભારે નારાજ છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બેઠકો કબજે કરવા ભાજપે ઘડી રણનીતિ, અન્ય રાજ્યના નેતાને સોંપવામાં આવી જવાબદારી

સુરતના સિટીલાઈટ વિસ્તારના અનુવ્રત ગેટ પર સાક્ષીના હત્યારા સાહિલનું પૂતળું દહન કરનાર સુરત એબીવીપીના મહામંત્રી મનોજ ભાઈ જૈનનું કહેવું છે કે, દિલ્હીની અંદર જે ઘટના બની છે તે અત્યંત નિંદનીય છે અને સુરતમાં અનુવ્રત ગેટ પર પૂતળા દહનનો કાર્યક્રમ તેની સામે છે. એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાહિલ નામના જેહાદીએ સાક્ષી નામની બહેનની નિર્દયતાથી હત્યા કરી, છરીના આટલા ઘા અને પથ્થરો વડે માર માર્યો તે અત્યંત નિંદનીય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવું ચાલવા દેશે નહીં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને સાહિલ નામના જેહાદીને ફાંસી આપવામાં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં આંદોલન કરશે. સરકાર પાસે જ માંગ છે કે એક દાખલો બેસાડવો જોઈએ અને આવા લોકોને વહેલી તકે ફાંસી આપવામાં આવે.

    follow whatsapp