અમદાવાદ: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય હસ્તીઓ રોજિંદી રીતે મહેમાન બની રહ્યા છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા. તેમણે મુલાકાત બાદ સભાને પણ સંબોધિત કરી હતી.
ADVERTISEMENT
રેલવેમંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યા
કેન્દ્રીય રેલવેમંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત બાદ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેઓએ મહંત સ્વામી સાથે પણ મુલાકાત યોજી હતી. કાર્યક્રમમાં તેમણે ખુબ જ મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, હવેથી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે. દિલ્હીના અક્ષરધામને ગુજરાતના અક્ષરધામ સાથે જોડનારી આ ટ્રેન હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે.
આ શતાબ્દી મહોત્સવમાં આવવું મારા માટે સૌભાગ્યની બાબત
વૈષ્ણવે જણાવ્યું કે, શતાબ્દી મહોત્સવમાં આવવું એ મારા માટે સૌભાગ્યની બાબત છે. બીએપીએસના તમામ ભક્તો આ દુનિયામાં સેવા ભાવ સાથે આગળ જઈ રહ્યા છે. જે પ્રકારના ડેડિકેશનથી કામ થઇ રહ્યુ છે તે જોઇને હું ખુબ જ અભિભુત થયો છું. મને મહંત સ્વામીના દર્શન કરવાની તક મળી હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું.
ભારત સરકાર અદ્ભુત સમારોહને નાનકડી ભેટ
જે સેવાભાવનાથી સ્વામિનારાયણ ભક્તો સેવા કરી રહ્યા છે તેમને ભારત સરકાર તરફથી એક નાનકડી ભેટ છે અક્ષરધામ એક્સપ્રેસ. અત્રે ઉલ્લેખનીય છે કે, શતાબ્દી મહોત્સવ આગામી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમમાં રોજિંદી રીતે રાજકીય અને સામાજિક આગેવાનો મહોત્સવની મુલાકાતે આવે છે.
ADVERTISEMENT