અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી છે તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોએ જોર શોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએતો ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરશે. હવે ચૂંટણી પંચે પણ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન બેઠકોનો ધમધમાટ શરૂ રહેશે.
ADVERTISEMENT
કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાતમાં
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ચૂંટણીના મેદાને ઉતારવા લાગ્યા છે. ચૂંટણી પંચે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો યોજશે . કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.
વિવિધ મુદ્દે અધિકારીઓ સાથે કરશે ચર્ચા
રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પુરજોશથી ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો, મતદાર યાદી, મતદાન મથક અને સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ બાબતે ચર્ચા કરશે. રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને તટસ્થ રીતે યોજી તેમાટે કામગીરી હાથ ધરશે.
કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન 2022 માં પ્રથમ વાર ગુજરાત આવ્યું
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહ આસપાસ અંતિમ મતયાદી જાહેર કરવામાં આવી શકે છે. 2022ની ચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની સીધી નજર હવેથી ગુજરાતની ચૂંટણી પર રહેશે. ગુજરાતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે દિશામાં કેન્દ્રીય ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યું છે.
ADVERTISEMENT