ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારોના નામનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે. હવે આ લિસ્ટ જાહેર થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. દરમિયાનમાં દહેગામ વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ હવે નારાજ થયા છે. ટિકિટ નહીં મળતા નારાજ થયેલા કામીનીબા આગામી દિવસોમાં નવા જુની કરે તેવા એંધાણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ ગુજરાત કોંગ્રેસના નારાજ સમર્થકો દ્વારા અમદાવાદની કોંગ્રેસની ઓફીસ પર તોડફોડ અને હંગામો મચાવ્યો હતો. આવી જ નારાજગી ગોધરામાં પણ જોવા મળી હતી જ્યાં પથ્થરમારો પણ થયો હતો. હવે દહેગામમાં પણ મામલો ઉકળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
જુના જોગી કામીનીબા થયા સાઈડલાઈન
કોંગ્રેસે થોડા જ દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દહેગામ બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક પર ઉમેદવારી માટે પૂર્વ ધારાસભ્ય કામીનીબાને પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. કામીનીબા અગાઉ પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હોઈ આ બેઠક પર ફરી તેઓ ટિકિટની દાવેદારી કરે તે સ્વાભાવીક હતું, પરંતુ જ્યારે પક્ષે તેમને ટિકિટ આપી નથી ત્યારે તેઓ અને તેમના સમર્થકો નારાજ થયા છે. તેમનું કહેવું છે કે તેઓ અપક્ષ ઉમેદવારી કરશે કે કેમ તે મુદ્દે પોતાના સમર્થકો સાથે ચર્ચા કરશે અને તે પછી જે કાંઈ નિર્ણય હશે તે જાહેર કરશે.
જુના ખેલાડી કોંગ્રેસની બાજી બગાડશે?
ઉલ્લેખનીય છે કે આ બેઠક પર કોંગ્રેસની સામે તેના જ જુના ખેલાડી પડે તેવી શક્યતાઓ છે જેથી આ ખેલાડી તેમની બાજી બગાડશે કે કેમ તે જોવું રહ્યું. તેમણે કહ્યું હતું કે, દહેગામ તાલુકાના કોંગ્રેસના મોટાભાગના કાર્યકરોની લાગણી માગણીઓ હતી. ગામ તાલુકાઓમાં પણ લોકોની માગ હતી પરંતુ પક્ષે જે નિર્ણય કર્યો તેનાથી પાયાના કાર્યકરો હાલ દુખી છે. ખુબ જ દુખદ નિર્ણય છે. મને પણ લાગણી છે કે પાર્ટીએ કયા બેઝ પર આપી છે. જેથી હવે હું મારા કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરીશ ચર્ચા કરીશ અને તેમની સાથે વાત થશે તે પ્રમાણેની મારી આગામી રણનીતિ રહેશે. કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં મેં દરેક કામગીરી પ્રામાણિકતાથી કરી છે, જવાબાદારીઓ નીભાવી છે. શું પૈસા કે કોઈ પ્રકારની લોભ લાલચે નિર્ણય કરાયો છે કે શું. કેમ કે પાયાનો એક એક કાર્યકરો, ચૂંટાયેલા વ્યક્તિઓએ દહેગામની સીટ જીતવી હશે તો કામિનીબાને અમારું પુરુ સમર્થન છે. છતા પાર્ટીએ કઈ રણનીતિ મુજબ, લોભ લાલચે ટિકિટ આપી છે તે દુખની વાત છે. જે પાર્ટીને નુકસાન કરતા હોય તેમને ટિકિટ આપે અને જે વફાદારો હોય તેમને ન આપે આ કેવું?
ADVERTISEMENT