નર્મદાઃ ડેડિયાપાડામાં કોંગ્રેસના નવી નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે દ્વારા જંગી મેદનીને સંબોધવામાં આવી હતી. અહીં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. અહીં રવિવારે બપોરે યોજાયેલી જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડ઼ગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે બંનેએ લોકોને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
હું ગરીબો કરતાં પણ ગરીબ છુંઃ મલ્લિકાર્જુન ખડ઼ગે
મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું, ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ભાજપ 27 વર્ષથી અહીં સત્તા ભોગવે છે અને 27 વર્ષમાં જનતાની સમસ્યા જો હલ નથી કરી શકતી તો જનતાને બાબા સાહેબે જે અધિકાર આપ્યો છે તેમને નીકાળી ફેંકવાનો, તો તમને તે અધિકાર છે કે સારી સરકારને ચૂંટવાનો. ઠીક છે તમારું ડબલ એન્જિન બહુ ટાઈમથી ચાલે છે, જો ડબલ એન્જિન લગાવ્યા પછી પણ ગાડી નથી ચાલતી તો તે ગાડીને કાઢીને નવા એન્જિનની ગાડીને લાવવી જોઈએ. વચ્ચે ઘણા લોકો આવ્યા છે દિલ્હીથી આવીને વચ્ચે પગ નાખે છે. પણ તમારે વિચારવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ, વલ્લભભાઈએ, ગાંધીજીએ દેશને એક કર્યા અને તેને ચલાવ્યો તે પછી લોકતંત્ર પ્રમાણે દેશ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સમયમાં જે કામ થયા તે મજબૂતી સાથે રહ્યા. એવું નથી થયું કે આજે પુલ રિપેર કર્યો અને કાલે પડી ગયો. અમારું કામ મજબૂત છે, છતા અમને પુછે છે મોદીજી અને શાહ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, અરે ભાઈ 70 વર્ષમાં અમે કાંઈ ન કર્યું હોત તો તમને લોકતંત્ર ન મળ્યું હોત. તમે કહો છો હું ગરીબ છું, અમે તો ગરીબો કરતાં પણ ગરીબ છીએ. તમારી તો કોઈ ચા પણ પીવે છે અમારી તો ચા પણ પીતા નથી. અમે અછૂત છીએ.
5 લાખ વેકેન્સી છે છતા કેમ ભરતી કરતા નથીઃ ખડ઼ગે
તેમણે કહ્યું, મહાત્મા ગાંધીનો જીવ કોણે લીધો, ગોડસેએ લીધો. ગોડસે કોણ, તે તેમના નજીકના હતા. હવે મહાત્મા ગાંધીજી પર પ્રેમ આવે છે. અરે ગુજરાત બનાવવાવાળા પણ મહાત્મા ગાંધી, નહેરુ, વલ્લભભાઈ છે. ગુજરાતના જેટલા પણ નેતાઓ થયા તેમણે શું કશું જ નથી કરુયું? ફક્ત તેમણે કર્યું? હજુ પણ લોકો ભુખ્યા મરે છે. બીજા રાજ્યોથી સરખામણી કરીએ તો સૌથી ઓછો પૌષ્ટીક આહાર ગુજરાતમાં મળે છે. બાળકો કમજોર પેદા થાય છે. મારી પાસે આંકડા છે પરંતુ સમયના અભાવે આપી શકીશ નહીં. અહીં ગરીબ લોકો વધુ છે ખાસ કરીને યુવાનોને નોકરીની જરૂર છે. 8 વર્ષ કેન્દ્રમાં મોદીજી કેન્દ્રમાં, 27 વર્ષનું ગુજરાતમાં સાશન તો પણ નોકરીઓ કેમ મળતી નથી. જ્યારે સરકારમાં 5 લાખ વેકેન્સી છે તો ભરતી કેમ નથી કરતા. હવે ચૂંટણી આવી છે તો બોલી રહ્યા છે કે અમે નોકરી આપીશું.
ADVERTISEMENT