બોટાદ : ખ્યાતનામ ધામ એવા સ્વામીના ગઢડાના મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ સ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળ્યો હતો. પ્રતાપસિંહ સિંઘા BAPS મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવતા હતા. વહેલી સવારે મંદિરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધારે તપાસ ચલાવાઇ રહી છે.
ADVERTISEMENT
મોત કે આત્મહત્યા તે અંગેનું કારણ અકબંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના મંદિરમાં બનતા ચકચાર મચી ગઇ છે. જો કે હાલ મોતનું કારણ જાણી શકાયું નથી. જો કે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આત્મહત્યા છે, હત્યા છે કે કુદરતી મોત છે તે અંગે કોઇ પણ માહિતી મળી શકશે. જો કે મંદિરની અંદર મૃતદેહ મળી આવતા ગામ અને મંદિર પરિસરમાં ચકચાર મચી ગઇ છે.
તહેવાર હોવાના કારણે મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યાં
આ પ્રકારની ઘટનાને કારણે હરિભક્તો મંદિર તંત્ર અને અન્ય સાધુસમાજના લોકોમાં શોકની લાગણી પ્રસરી છે. જો કે સાતમ આઠમ હોવાનાં કારણે મંદિરમાં પણ મોટા પ્રમાણમાં લોકો આવે પણ છે અને રોકાયેલા પણ છે. જેના કારણે ઘટનાની માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. હાલ તો ગઢડા DYSP સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. તપાસ ચલાવાઇ રહી છે.
ADVERTISEMENT