સુરતઃ સુરતમાં આજે સવારે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકનો રોડ શો થયો હતો ત્યારે પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી હતી. કેજરીવાલે પણ ભાજપ પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવીને શાબ્દીક ચાબખા માર્યા હતા. જોકે આ મામલે ડીસીપી પિનાકિન પરમારનું નિવેદન સામે આવ્યું છે કે કેજરીવાલના રોડ શોમાં કોઈ પથ્થરમારો થયો નથી. હવે બંને બાબતો સાવ વિરોધાભાષ ઊભો કરનારી છે.
ADVERTISEMENT
શું કહ્યું DCPએ
પિનાકીન પરમાર કહે છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝેડ પ્રોટેક્શન છે. સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોકથી સાંઈ બાબા મંદિર સુધી ચાર કિલોમીટરની રેલી નીકળી હતી. આ રેલી માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. CAPF દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રેલી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પોલીસમાં એવી રીતે અફવા ફેલાઈ હતી કે પથ્થરમારો થયો હોવાનું જાણવા મળે છે, પરંતુ આવી કોઈ ઘટના બની નથી. આ ઘટના અંગે પોલીસને આવી કોઈ માહિતી મળી નથી પરંતુ પોલીસ હાજર હતી ત્યાં કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પોલીસે કાર્યકરોને અલગ કરી દીધા હતા અને રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
ADVERTISEMENT