અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેવામાં દશેરાના પર્વ પહેલાં ફાફડા-જલેબી ખાવાની પરંપરા સ્થાપિત થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. વળી હવે રાજ્યમાં આના ભાવમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે. દશેરાના પર્વ પર દુર્ગા માતાની પુજા, શસ્ત્ર પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જોકે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા સ્થાપિત થઈ ગઈ છે. વળી જ્યારે પણ દશેરા હોય એટલે ગુજરાતીઓ દેશના કોઈપણ ખૂણામાં હોય, તેઓ ફાફડા-જલેબી મંગાવવાનું જરૂર પસંદ કરે છે.
ADVERTISEMENT
ફાફડા જલેબીનો ભાવ આસમાને…
દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબી લવર્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 600થી 1000 રૂપિયા સુધી માર્કેટમાં છે.
તેલ-ઘીનાં ભાવમાં વધારો થવાની અસર..
રિપોર્ટ્સના આધારે ગત વર્ષ કરતા અત્યારે તેલ, ઘી, ખાંડ તથા ચણાના લોટમાં વધારો થયો છે. જેની સીધી અસર ફાફડા અને જલેબી સતત મોંઘા થઈ રહ્યા છે.
ADVERTISEMENT