યાત્રાધામ ડાકોરમાં પાલીકાના અણઘડ વહીવટને કારણે છવાયો અંધારપટ, આ રીતે થશે યાત્રાધામનો વિકાસ ?

હેતાલી શાહ, ડાકોર: રાજ્યમાં કેટલાય વહીવટી તંત્રના કારણે અણઘડ વહીવટને કારણે જનતાને પીસવાનો વારો આવે છે. આવી જ એક ઘટના યાત્રાધામ ડાકોરમાં બની છે. ડાકોર…

gujarattak
follow google news

હેતાલી શાહ, ડાકોર: રાજ્યમાં કેટલાય વહીવટી તંત્રના કારણે અણઘડ વહીવટને કારણે જનતાને પીસવાનો વારો આવે છે. આવી જ એક ઘટના યાત્રાધામ ડાકોરમાં બની છે. ડાકોર પાલીકાએ MGVCLનુ 1 કરોડ ઉપરાંતનું વીજ બીલ ચૂકતે ન કરતા અંધારું ઉલેચવાની નોબત આવી છે.

છેલ્લા કેટલા સમયથી નગરપાલિકાઓના અંધેર વહીવટને કારણે નાગરિકોએ ટેક્સ ચૂકવ્યા છતાં પણ અસુવિધાઓ વેઠવાનો વારો આવી ગયો છે. અવારનવાર નગરપાલિકાના અણગઢ વહીવટનો સામનો નાગરિકોને હવે મજબૂરીવશ કરવો પડે છે. છતાં પાલીકાના સત્તાધિશોની આંખ ખુલતી નથી. એવામાં વધુ એક નગર પાલીકાએ MGVCLનુ 1 કરોડ ઉપરાંતનું વીજ બીલ ચૂકતે ન કરતા અંધારું ઉલેચવાની નોબત આવી છે.

અણઘડ વહીવટને કારણે છવાયો અંધારપટ
હજી તો થોડા દિવસો પહેલા જ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જે વિસ્તારો બે દિવસ પહેલા રોશની થી જગમગતા હતા. તે વિસ્તારોમાં હવે અંધારપટ છવાઈ ગયો છે. જેનું કારણ નગરપાલિકાનો અંધેર વહીવટ છે. ડાકોર નગરપાલિકા ના અનગઢ વહીવટને કારણે એમ જી વી સી એલનુ આશરે 1કરોડ 30 લાખ રૂપિયા વીજ બિલ ચૂકતે કર્યું જ નથી. અવારનવાર એમજીવીસીએલ દ્વારા ડાકોર નગરપાલિકાને નોટીસો આપવામાં આવી છે. છતાં પણ પાલિકાના સત્તાધીશોની આંખ ન ખુલતા છેવટે નાગરિકોને અંધારામાં રહેવાનો વારો આવી ગયો છે.

દર્શનાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
સમયસર વીજ બીલ ચૂકતે ન કરાતા ડાકોર નગરપાલિકાના છ વિસ્તારમાંથી ત્રણ વિસ્તારની સ્ટ્રીટ લાઈટોના કનેક્શન MGVCL દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનીકોની સાથે સાથે ડાકોરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Nadiad: 14 વર્ષની માસુમ પર દુષ્કર્મ આચારનાર 55 વર્ષીય આધેડને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા, બેસાડયો દાખલો

આ રીતે થશે યાત્રાધામનો વિકાસ ?
એક તરફ ડાકોર યાત્રાધામ તરીકે વિકસી રહ્યુ છે. ત્યારે બીજી તરફ તંત્રના ઉડધૂડિયા વહીવટના કારણે જનતાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ડાકોરમાં સુવિધાની જગ્યાએ યાત્રાળુઓને અસુવિધા મળી રહી છે. જેને લઈને સ્થાનીકોની સાથે યાત્રાળુઓ પણ પાલીકાના આણઘડ વહીવટને સામે રોષ ઠાલવી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp