Dantiwada Dam હજુ 49% ખાલી, છતાં બન્યો છે પીકનીક સ્પોટ

ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે.  ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 2017 બાદ નહિવત વરસાદ…

dantivada dam

dantivada dam

follow google news
ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે.  ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 2017 બાદ નહિવત વરસાદ પડતા ડેમ તળિયાઝાટક સ્થિતિમાં હતો. જોકે હવે પ્રથમ વાર ઉપરવાસમાં થયેલ વરસાદથી આ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. આ ડેમમાં બનાસ નદીનું ઉપરવાસનું વરસાદી પાણી આવે છે.  જે ડેમમાં સંગ્રહિત થાય છે.  આજ પાણી દાંતીવાડા મુખ્ય કેનાલ મારફતે બનાસકાંઠા અને પાટણના અંદાજિત 111 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.
દાંતીવાડા ડેમની હાલની નવીન જળસપાટી
આ ડેમમાં ભારે વરસાદને પગલે અમીરગઢ માં એક દિવસ અગાઉ બનાસ નદી બે કાંઠે વહી હતી.જોકે ઉપરવાસનો વરસાદ થોડો હળવો થતાં બનાસનદીના પ્રવાહનું પાણી શરૂઆતી તબક્કા કરતા ઘટ્યું છે. આ નવી સ્થિતિમાં  દાંતીવાડા ડેમમાં હાલ 12,624 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ આવક 48 કલાક પહેલા 63556 ક્યુસેક હતી. એટલે કે બનાસનદીમાં ઉપરવાસમાંથી આવતું પાણી અને તેની આવક દાંતીવાડા ડેમમાં આવતાં હવે અગાઉના 48 કલાકની સરખામણીમાં માત્ર 20% જેટલીજ રહી છે. હાલ વરસાદ અને પાણીની આવકના કારણે ડેમની જળસપાટી 587.65 ફૂટ પર પહોંચી ગઈ છે. આમ નવીન સ્થિતિઓમાં દાંતીવાડા ડેમ તેની પાણી સંગ્રહિત કેપેસીટીમાં માત્ર 51% જ ભરાયો કહી શકાય.  દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. જોકે જેમ જેમ ડેમ ભરાય તેમ-તેમ ડેમની લંબાઈ અને પહોળાઈ ઘણી વિશાલ હોઈ આ ડેમ માં હજુ 50% નવીન પાણી ભરાય તો ડેમ છલોછલ સ્થિતિમાં પહોંચશે.
જિલ્લા કલેકટરે આપ્યું નાગરિકોને એલર્ટ 
જિલ્લામાં ભારે વરસાદ પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે નાગરિકોના હિતમાં એલર્ટ સંદેશ આપ્યો છે. જેમાં કલેકટરે નાગરિકોને અપીલ કરી છે કે, જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવું. તેમજ પ્રકૃતિનો આનંદ માણવા, સેલ્ફી લેવા જવાનું ટાળીને દુર્ઘટના થતી અટકાવવા વહીવટી તંત્રનો સાથ આપવા નાગરિકોને જણાવવામાં આવ્યું છે.
દાંતીવાડા ડેમ નિર્માણ અને મુખ્ય ઉદ્દેશ
બનાસ નદીપર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નિર્માણ પાછળનો હેતુ ગુજરાતમાં પૂરને નિયંત્રણ અને સિંચાઈ યોજનાઓના હેતુસર પાણી પૂરું પાડવાનું હતો. હાલ અંદાજિત 111 ગામોમાં સિંચાઈ પૂરું પાડતો જિલ્લાનો આ મુખ્ય ડેમ છે. આ ડેમ વખતે મહારાષ્ટ્ર -ગુજરાત એક રાજ્ય હતું.  આ ડેમ તે સમયના મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ અધ્યક્ષતાંમાં 04-11-1958 માં આ ડેમનું બાંધકામ થયું હતું.  આ બાંધકામ પૂર્ણ થતાં આ ડેમનું 1968 માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ડેમ સાર્વજનિક બાંધકામ ખાતું મુંબઈ દ્વારા બનાવાયો હતો.આજે પણ ડેમ સાઈટ પર તેની વર્ષો જૂની તકતી હયાત છે.
આ ડેમની ઊંચાઈ ૬૧ મીટર અને લંબાઈ ૪૮૩૨ મીટર છે. આ ડેમ તેની મનોહર સુંદરતાને લીધે સમગ્ર દેશના કેટલાક મુલાકાતીઓએ આકર્ષ્યા છે. મુલાકાતીઓ ખાતરી કરે છે કે તેઓ ડેમ નજીક સ્થિત બાલારામ અંબાજી વાઇલ્ડ લાઇફ અભયારણ્યની મુલાકાત લે. ધરોઈ ડેમ અને દાંતીવાડા ડેમ વચ્ચે વિભાજન રેખા છે. પાલનપુરથી દાંતીવાડા ડેમનુ અંતર આશરે ૨૩ કિ.મી. છે. જે ૧૪ માઇલ જેટલું છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન તાપમાન આશરે ૨૩ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. શિયાળા દરમિયાન તમે આશરે ૧૦ – ૩૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. પ્રવાસીઓ શ્રેષ્ઠ હવામાનનો અનુભવ કરવા માટે ઑક્ટોબરના થી માર્ચ મહિના દરમિયાન ડેમની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પીક સીઝનનો સમય ઓક્ટોબરથી ડિસેમ્બરના મહિનામાં છે.
પીકનીક સ્પોટ બન્યો દાંતીવાડા ડેમ
દાંતીવાડા ડેમ તાઝા સ્થિતિમાં ભલે 51% ભરાયો હોય પરંતુ, જિલ્લામાં દાંતીવાડા ડેમ ભરાઈ રહ્યો હોવાના સમાચારો સુખદ બન્યા છે. અને માટે જ દુરદૂર થી લોકો ટ્રેકટરો, સ્કૂટરો, વાહનો લઇ ડેમ જોવા ઉમટી પડ્યાં છે.જેથી અહીં પીકનીક સ્પોટ જેવો નજારો જોવા મળે છે. લોકો પોતાના પરિવાર સાથે અહીં પ્રવાસે આવે છે.જોકે પ્રવાસ કરતા લોકો ની ભીડ જોતા અહીં નાના મોટા વહેપારીઓ કેળા, મગફળી અને મકાઈ સહીત ના સ્ટોલ કરી રોજગાર પણ મેળવી રહ્યા છે. જેમાં અમેરિકન મકાઈ લોકોની પસંદગી બની છે.
શું 2022 માં ડેમ છલોછલ ભરાશે?
દાંતીવાડા ડેમની હાલની જળસપાટી 587.65 છે.જેથી માની શકાય કે હજુ ડેમ તેની કેપેસીટી મુજબ 49% ખાલી છે. આ ડેમમાં પાણી આવકનું મુખ્ય સ્ત્રોત અરવલ્લીની ગિરિમાળાઓ અને નાના મોટા ઝરણાં તેમજ નાની મોટી સુસુપ્ત નદીઓનું વરસાદી પાણી છે. જો ઉપરવાસ એટલે કે રાજસ્થાનના સિરોહી, સ્વરૂપગંજ, પીડવાડા, આબુરોડ, અમીરગઢ તેમજ ઇકબાલ ગઢ તથા અરવલ્લી ગિરિમાળાઓમાં બનાસનદી નજીકની પહાડીમાં ભારે વરસાદ થાય અથવા અહીં નવી વરસાદી સિસ્ટમ બને અને વરસાદ થાય તો ડેમ નવીન પાણીની આવક થી વર્ષ 2017 ની સ્થિતિમાં પૂર્ણ ભરાઈ શકે છે.
    follow whatsapp