ડાંગઃ લેન્ડ સ્ટાઈડિંગથી 6 મહિના બંધ રહેલા રસ્તા પર વાહન ચલાવવાનું જોખમ, તંત્ર કામે લાગ્યું- Video

રોનક જાની.નવસારીઃ ડાંગ જિલ્લામાં વરસાદને કારણે સાપુતારા ગીરીમથક પાસેના રોડ પર પથ્થરો પડવા, કાદવ થવા જેવા મામલાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ એક ઓઈલ…

gujarattak
follow google news

રોનક જાની.નવસારીઃ ડાંગ જિલ્લામાં વરસાદને કારણે સાપુતારા ગીરીમથક પાસેના રોડ પર પથ્થરો પડવા, કાદવ થવા જેવા મામલાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ એક ઓઈલ ટેન્કર પલટ્યું હતું જેના કારણે બે ત્રણ દિવસ પછી આજે સવારે જ આ રોડ પરથી ઓઈલ કાઢવાનની કામગીરી સંપૂર્ણ પણે પૂરી થઈ હતી. જેના કારણે તંત્ર દ્વારા ફાયર વિભાગના વાહનોની મદદથી રોડ પર પડેલા ઓઈલવાળી માટીને કાઢવા પાણીનો મારો ચલાવાયો હતો.

આ તરફ ડાંગમાં અવિરત વરસાદને કારણે જાણે કે વાહન ચલાવવાનું જોખમ હોય તેમ ઘણા વિસ્તારોમાં પથ્થરો રોડ પર ગબડી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. સામાન્યતઃ હાલના સમયમાં ઘણીવાર રજાના દિવસોમાં પર્યટકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. વરસાદમાં ડાંગની પ્રકૃતિની સૌંદર્યતા ખુબ ખીલી ઉઠતી હોય છે.

CAG કરશે કેજરીવાલના બંગલાના નવીનીકરણનું ઓડિટ, AAPએ કહ્યું ‘BJPની હતાશા’

ડાંગ જિલ્લામાં અવિરત વરસાદના કારણે ડુંગરાળ વિસ્તારમાં રસ્તા પર પથ્થરો પડવા લાગ્યા હતા. હળવા વરસાદમાં સાપુતારા ગીરીમથક પાસે રોડ પર પથ્થરો પડવાની શરૂઆત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગત વર્ષે ડુંગરાળ વિસ્તારમાં પથ્થરો પડવા લાગ્યા હતા. ભારે પવન સાથે ભારે વરસાદના કારણે ઘણું લેન્ડ સ્લાઈડિંગ ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતા આ રોડ પર 25મી જૂન રવિવારના રોજ ઓઈલ ટેન્કર પલટી જવાથી રોડ પર ઓઈલ પડતા થોડો સમય રસ્તો બંધ થઈ ગયો હતો. આજે સવારે જ આ રોડ પરથી ઓઈલ કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને હવે લેન્ડ સ્લાઈડનો ખતરો તોળાઈ રહ્યો છે.

સામાન્ય વરસાદમાં પથરી પડી રહી છે તો ભારે વરસાદમાં શું થશે?

    follow whatsapp