Daman: ગૌશાળામાં એક સાથે 45 જેટલા ગાયોના શંકાસ્પદ મોતથી હાહાકાર, ગૌ પ્રેમીઓમાં ભારે રોષ

Daman Cow Deaths: સંઘપ્રદેશ દમણમાં દલવાડામાં આવલી ગૌશાળામાં એકાએક 45 જેટલી ગાયોના મોત થતા હાહાકાર મચી ગયો છે. શુક્રવારે બનેલી આ સમગ્ર ઘટનાં હચમચાવી નાખે તેવી હતી. ઘટનાની જાણ દમણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી હતી.

Daman News

Daman News

follow google news

Daman Cow Deaths: સંઘપ્રદેશ દમણમાં દલવાડામાં આવલી ગૌશાળામાં એકાએક 45 જેટલી ગાયોના મોત થતા હાહાકાર મચી ગયો છે. શુક્રવારે બનેલી આ સમગ્ર ઘટનાં હચમચાવી નાખે તેવી હતી. ઘટનાની જાણ દમણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી હતી. દમણ પશુ ચિકિત્સકના ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે ઘટના સ્તર પર પહોંચી હતી અને ગૌ માતાને સારવાર આપવાની કામગીરી હાથ ધરી હતી. તપાસમાં ગાયને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.

કયા કારણથી થયા ગાયોના મોત?

વિગતો મુજબ, દમણમાં દલવાડામાં ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાનું સંચાલન કરાય છે. શુક્રવારે સાંજે આ જ વિસ્તારની કોઈ ફુડ બનાવતી કંપનીમાં વધેલું ફૂડ પશુઓને ખાવા માટે આપી ગયું હતું. જે ખાધા બાદ ટપોટપ પશુઓના મોત થવા લાગ્યા હતા. પશુઓનો ગાય અને ભેંસ મળીને મૃત્યુઆંક 45 સુધી પહોંચી ગયો છે. ગૌશાળામાં કુલ 200 ગાય છે. ઘટનાને લઈને ગૌશાળાનું સંચાલન કરતા પંચાયતના શાસકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ગૌ સેવકોમાં ઘટનાને લઈને ભારે રોષ

હાલમાં ગાયોના મોતનું કારણ શંકાસ્પદ ફૂડ માનવામાં આવી રહ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ બાદ  ગાયોના મોતની જાણ થતા જ ગૌ સેવક સમગ્ર નાની પૂરી માહિતી પીએમ  રિપોર્ટ પછી જ ખબર પડશે. ગૌ સેવકોએ આ બાબતે તપાસ માંગી રહ્યા છે. તેમજ જો ગાયોને ફૂડ પોઈઝનિંગ થયું હોય તો આ અંગે કાયદાકીય રીતે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી રહી છે.

(કૌશિક જોશી, વલસાડ)
 

    follow whatsapp