હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના સુપ્રસિઘ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રીમોનશુનની કામગીરી માત્ર કાગળો પર જોવા મળી છે. આજે વહેલી સવારથી ઠાસરા તાલુકામાં આશરે પોણા બે ઈચ જેટલો વરસાદ ખાબક્યો. જેમા ઠાસરા તાલુકાના આવેલ યાત્રાધામ ડાકોરમા પણ ધોધમાર વરસાદ વરસતા ભગવાન રણછોડરાય મંદિરના પગથીયા સુધી વરસાદી પાણી ભરાતા સવારે મંગળા આરતીના દર્શન કરવા આવતા ભક્તોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ છેલ્લા દસ વર્ષથી ડાકોર રણછોડજી મંદિરના પગથીયા સુધી વરસાદી પાણી ભરાતા માત્ર થોડા જ વરસાદમા મંદિર બહારનો વિસ્તાલ બેટમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. તેમ છતા ડાકોર નગરપાલીકા યોગ્ય રીતે પ્રિમોન્સુન કામગીરી ન કરતી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
ADVERTISEMENT
વરસાદી પાણીના નીકાલના દરેક નાળા પુરાયા
મહત્વની વાત તો એ છે કે, ડાકોરમાં વરસાદી પાણી નીકળવાના દરેક નાળા પુરી દેવાયા છે. જ્યાં નાળા પુરી દેવામાં આવ્યા છે, તે વિસ્તારોમાં પાઇપો નાખવામાં આવી છે, અને તે હલકી કક્ષાની તેમજ સાંકડી નાખી હોવાનો આક્ષેપ સ્થાનીકો દ્વારા કરાયો છે. જેને લઈને ડાકોરવાસીઓ સહિત દૂર દૂરથી ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા ભક્તોને પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે .
નગર પાલિકામા પ્રીમોન્સુનની કામગીરી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા મોકલાતી હોય છે. પરંતુ આ ગ્રાન્ટનો ડાકોરમાં હજીય કોઈ સદુપયોગ ન થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે વરસેલા વરસાદમા ડાકોરના રણછોડજી મંદિર બહારનો વિસ્તાર, ગોપાલ પુરા વિસ્તાર, પુરુષોત્તમ ભુવન તેમજ ગાંધીજીના બાવલાથી બોડાણાના સર્કલ સુધીના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા તે વિસ્તારોમાં પણ બેટ જેવી સ્થિતિ જોવા મળી. આ તો માત્ર પોણા બે ઈંચ વરસાદમા ડાકોરમાં આવી સ્થિતી જોવા મળી છે. જો આખો દિવસ આવો વરસાદ વરસે તો ડાકોરમાં પુરની સ્થિતીનું નિર્માણ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ADVERTISEMENT