ડાકોર : નાણામંત્રી (Finance minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) હાલ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. તેઓ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે આવેલા છે. તેઓએ આજે ડાકોરમાં (Dakor) રણછોડરાયજી મંદિરના દર્શન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of unity) પણ અલગ અલગ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં કેક્ટસ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી
ADVERTISEMENT
ડાકોરના રણછોડરાયજી મંદિર ડાકોરની મુલાકાત લીધી હતી
જો કે આજે તેઓએ રણછોડરાયજી મંદિર ડાકોરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેઓ સીધા જ કેવડીયાથી ડાકોર આવ્યા હતા. જો કે તેઓ જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું. જેથી તેમણે મંદિર ખુલે તેની રાહ જોઇ હતી. જ્યારે મંદિર ખુલ્યું ત્યાર બાદ દર્શન કર્યા હતા. આ ઉપરાંત તેઓએ મંદિરમાં હાજર રબારી સમાજની મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમની પાસેથી તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
જન્મદિવસ બાદ પહેલીવાર ડાકોર મંદિર પહોંચ્યા નાણામંત્રી
અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારમણનો જન્મદિવસ હાલમાં જ 18 ઓગસ્ટે ગયો હતો. ત્યાર બાદ પહેલીવાર તેઓ ડાકોરમાં રણછોડરાયજી મંદિર પહોંચ્યા હતા.ડાકોર મંદિર સમિતી દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે મંદિરની પ્રદક્ષીણા કરી હતી. આ ઉપરાંત તેમને ડાકોર મંદિરના મહાત્મય અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
(હેતાલી શાહ)
ADVERTISEMENT