Dahod train news: દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેન સળગી, ફર્સ્ટ ક્લાસનો આખા ડબ્બામાં ફેલાઈ ગઈ

Dahod train news: દાહોદ (Dahod)માં આણંદ (Anand) તરફ જતી એક ટ્રેનમાં આગ (fire in train) લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રેન મેમુ ટ્રેન હતી…

gujarattak
follow google news

Dahod train news: દાહોદ (Dahod)માં આણંદ (Anand) તરફ જતી એક ટ્રેનમાં આગ (fire in train) લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રેન મેમુ ટ્રેન હતી અને તે દાહોદના જેકોટ ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે આ ઘટના બની છે. જેમાં ટ્રેન નંબર 090350 મેમુ ટ્રેન હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેનના એન્જીન સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં આગ લાગી હતી. જોત જોતામાં આગ સમગ્ર ડબ્બામાં ફેલાઈ ગઈ હતી.

કેમ લાગી આગ?

દાહોદથી મુસાફરો સાથે આણંદ તરફ જઈ રહેલી મેમુ ટ્રેન નં. 090350માં આજે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે પ્રારંભિક ધોરણે સામે આવતી વિગતો પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અંદાજ છે. ઘટનાની જાણકારી ફાયર વિભાગને તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. જેને પગલે તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે. આગને તુરંત કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા હતા. જોકે આગ પણ સરળતાથી કાબુમાં આવે તેમ ન્હોતી. ભારે જહેમત પછી આગને કાબુ કરી શકાઈ હતી. જોકે ત્યાં સુધી ઘણું નુકસાન ડબ્બાને થઈ ચુક્યું છે.

ટેકનોલોજીની મદદથી દેશભરમાંથી 500થી વધુ લક્ઝુરિયસ કાર ચોરનારી ગેંગ અમદાવાદમાંથી ઝડપાઈ

સમયસર મુસાફરોને ઉતારી દેવાયા

અહીં એક રાહતની બાબત એ પણ છે કે આગને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. હા આગને કારણે મુસાપોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને અફરા તફરી થઈ ગઈ હતી. આ ઘટના વહેલી સવારે બની હતી. આગની જાણકારી મળતા ગામના લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા. રેલવેના અધિકારીઓ અને ફાયર વિભાગ પણ તપાસ કરવામાં જોડાયું છે. બીજી બાજુ દિલ્હીથી બોમ્બે રેલ માર્ગ સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે. આમ તો આ આગને કારણે મુશ્કેલી થઈ શકે તેમ હતી પરંતુ સમયસૂકતાને પગલે તુરંત કાર્યવાહી કરવામાં આવતા મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને મોટી જાનહાની ટળી ગઈ હતી.

    follow whatsapp