ગોધરા: હોળી ધુળેટી તેમજ દીપાવલીનો પર્વ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો પારંપરિક રીતે ઉજવતા આવતા હોય છે. આજરોજ નવા વર્ષના અવસરે આદિવાસી બાહુલય ધરાવતા જિલ્લામાં આદિવાસી સમાજે ગાય ગોહરીનો પર્વ ઉજવ્યો છે. આ અનોખા પર્વની માન્યતાઓ આદિવાસી સમાજમાં રહેલી છે જેમાં આખુ વર્ષ ગાય બળદ પાસે ખેતરમાં કામ કરાવતા હોવાના કારણે તેમજ તેમને માર મારતા હોવાના કારણે તેનું ઋણ ચૂકવવા માટે તેમજ આખુ વર્ષ પોતાના ખેતરોમાં સારા પાકની વાવણી થાય પાક સારો જાય તેવી માન્યતાઓના આધારે આદિવાસી સમાજ તેમની વર્ષો જૂની પરંપરાઓ મુજબ ગાય ગોહરીનો પર્વ ઉજવતો આવી રહ્યો છે. જેને લઈને જિલ્લામાં આદિવાસી સમાજે ગાય ગોહરીનો પર્વ ઉજવ્યો.
ADVERTISEMENT
માલિક પરથી ગાય પસાર કરાય છે પણ ઈજા નહીં
આ ઉત્સવમાં ગાયો અને ગોવાળની થીમ હોય છે. અહીં આ ઉત્સવમાં ગાયોના માલિક દ્વારા આ વિધિ કરવામાં આવતી હોય છે. આખા વર્ષ દરમિયાન ગાયો અને બળદને ખેતરના કામ માટે તેમના પર હાથ ઉગામ્યો હોય ત્યારે તે પીડાના પશ્ચાતાપ રુપે આવો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં ગાયના માલિક રસ્તા પર જમીન સરસા સુઈ જાય છે અને તેમના પરથી ગાય પસાર થતી હોય છે. જોકે માન્યતા એવી પણ છે કે ગાય કે બળદ જે પણ પશુ હોય તે માલિક પરથી પસાર થાય છતા માલિકને કોઈ ઈજા થતી નથી.
પશુધનનો કરવામાં આવે છે શણગાર
દાયકાઓ જુની આ પરંપરામાં લગભગ ગામની દરેક ગલી, શેરીઓમાંથી પશુધનને અહીં ગામના એક સ્થાન પર લાવવામાં આવે છે. અંદાજીત 5000 જેટલા લોકો આ પરંપરાને ઉજવે છે. જેમાં તેઓ ગાયના માથે સુશોભન માટે મોર પીંછ અને વિવિધ રંગોથી તેનો શણગા3ર કરતા હોય છે. લોકોનું અહીં માનવું છે કે કૃષણ અને ગાયોને જેવો સંબંધ હતો તેવા સંબંધો માલિક અને પશુધન વચ્ચે રહેવા જોઈએ. જેના કારણે આ દિવસે કોઈ ઘરે નાનું વાછરડું પણ બાંધિને રાખતું નથી તેને પણ આ ઉત્સવમાં ભાગ લેવા લાવવામાં આવે છે.
(વીથ ઈનપુટઃ શારદુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT