દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દહિકોટ વિસ્તારમાં આવેલી પાનમ નદીમાં વરસાદી પાણીના અચાનક વહેણ આવી જતાં આઇવા ટ્રક અને અન્ય ટ્રકો ઉપરાંત ટ્રેકટરો ફસાતા તંત્રએ દાહોદ અને ગોધરાથી ફાયબ્રિગેડના સ્ટાફ સાથે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. પાનમ નદીમાં રેતી ખનનનું કામ કરતા ત્રણ ટ્રેક્ટર જેસીબી નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્રણ વ્યક્તિઓ ફસાયા છે. તેઓની બચાવો કે કામગીરી ચાલુ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
બેફામ બન્યું રેતી ખનન, વાહનો પાણીમાં ફસાયા
ઉલ્લેખનીય છે કે રેત માફિયાઓ બેફામ રીતે નદીઓની માટી કાઢવામાં લાગી ગયા હોય છે. જેના કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હોય છે. જોકે તંત્રના નાક નીચે આવી કામગીરી ચાલતી રહેતી હોય છે તે પણ એક કડવું સત્ય છે. જોકે અહીં બાબત કાંઈક જુદી જ બની છે. દાહોદના દેવગઢબારિયા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. સીઝનના પહેલા જ વરસાદમાં નદીઓા પાણીના સ્તર વધી ગયા છે. ભારે વરસાદને કારણે દેવગઢ બારિયા પાસે રામા-ભાથાવાડા ગામ પાસેથી વહેતી પાનમ નદીમાં કેટલાક શખ્સો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી હતી. તેવામાં અચાનક નદીના પાણીમાં ટ્રક, જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો ફસાઈ ગયા હતા.
જામનગરમાં બિલ્ડીંગ દુર્ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નીકળી, કરુણ દ્રશ્યો જોઈ લોકો રડી પડ્યા
ત્રણ વ્યક્તિ ફસાયા
આપ વીડિયોમાં જોઈ શકો છો કે ટ્રકમાં રેતી છે અને ધસમસતા પાણીમાં ટ્રકની ઉપર એક વ્યક્તિ પણ ઊભેલો દેખાય છે. ટ્રક જોકે કિનારાની નજીક છે પરંતુ જે રીતે પાણી ધસમસતું જોવા મળી રહ્યું છે પાણીમાં ઉતરવાની ભુલ કરાય તેમ નથી. જેના કારણે આ વ્યક્તિને મદદની જરૂરર હોઈ તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અચાનક જળસ્તર વધી જતા ટ્રક ચાલકો પણ અહીં ફસાયા હોવાની વિગતો મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
લોકો પણ મદદમાં જોતરાયા
પ્રારંભીક રીતે અહીં ત્રણેક વ્યક્તિ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. આ દ્રશ્યને આસપાસના સ્થાનીકો દ્વારા વીડિયો લઈ વાયરલ કરવામાં આવ્યા છે. સ્થાનીકો દ્વારા આ ટ્રક ચાલકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તંત્ર તો આ લોકોને બચાવવા દોડી આવ્યું પરંતુ તેમની મદદ માટે સ્થાનીકો પણ રેસ્ક્યૂની કામગીરીમાં જોતરાયા હતા.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT