Gujarat Crime News: ગુજરાતમાં એક દુલ્હનના અપહરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ દાહોદ જિલ્લાનો છે, મામલાની જાણ થતાં જ અપહરણનો કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી અને અત્યાર સુધીમાં 2 આરોપીને ઝડપી લીધા છે. મધ્યપ્રદેશના ઝાબુઆથી પરત આવતી જાનમાંથી દુલ્હનના અપહરણની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
20 થી વધુ લોકોએ વરરાજાની ગાડી રોકી
ગુજરાતના અનાશ બોરડી ગામમાં બાઇક પર સવાર 20 થી વધુ લોકોએ વરરાજાની ગાડી રોકી હતી. ત્યારબાદ બંદૂક બતાવી દાદગીરી દેખાડી કહ્યું કે, તમે અમારા ગામમાં અકસ્માત કરી ભાગ્યા હોવાની વાત કરી હતી. ઘટનામાં એક માણસનું મૃત્યુ થયું છે આવું કહી દુલ્હનને ગાડીમાંથી લઈ અને ફરાર થઈ ગયા હતા. અપહરણ બાદ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અપહરણકર્તાઓને ઝડપી લેવામાં આવ્યા છે.
Lok Sabha Election: પાટીલની ખુરશી કોને મળશે? ચૂંટણી પરિણામ બાદ ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ
દુલ્હનને બાઈક પર બેસાડીને તેનું અપહરણ
દાહોદના DySp જગદીશ ભંડારીએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, ગઈકાલે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં ભાટીવાડા ગામથી જાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી. જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી. તે દરમિયાન નવાગામ ચાર રસ્તા પાસે કેટલાક બાઈક સવારોએ વરરાજાની ગાડીને આંતરી લીધી હતી. જે બાદ દુલ્હનને બાઈક પર બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. આ મામલે વરરાજાના પરિવાર તરફથી નામજોગ 4 લોકો તેમજ અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તેમજ શંકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. જેથી તમામ લોકોના નામ પોલીસને મળી આવ્યાં છે. આ પૈકી બે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યાં છે. જે આરોપીઓ છે તે મધ્યપ્રદેશના છે.
ADVERTISEMENT