'કોંગ્રેસને મારો ડર લાગી રહ્યો છે', વાઘોડિયાથી ટિકિટની માંગ વચ્ચે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો વીડિયો વાયરલ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજનેતાઓ ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે.

Madhu Srivastava's Video Goes Viral

શું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ?

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પેટાચૂંટણીને લઈને હવે કોંગ્રેસ એક્શન મૉડમાં

point

વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ

point

શક્તિસિંહ ગોહિલ પાસે મધુ શ્રીવાસ્તવે માંગી ટિકિટ

Madhu Srivastava's Video Goes Viral: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજનેતાઓ ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનું 7 તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે  ભારતીય જનતા પાર્ટીએ પાંચેય વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો વળી કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઉમેદવારો શોધી રહી છે. તાજા અપડેટ પ્રમાણે વિધાનસભા પેટાચૂંટણીને લઈને હવે કોંગ્રેસ એક્શન મૉડમાં આવી છે, વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પાસે માંગી છે ટિકિટ

તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા માટે પહોંચ્યા હતા. જે બાદ  મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી.' તેઓએ જણાવ્યું હતું કે,'મારી અને શક્તિસિંહની મિત્રતા છે. કોંગ્રેસ મારા નામની જાહેરાત કરશે તો લડી પણ લઇશું. ના થાય તોપણ લડવાનું છે.'


પૂર્વ ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ

શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડાવશે? આ સવાલ વચ્ચે હવે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો એક વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'કોંગ્રેસને મધુ શ્રીવાસ્તવનો ડર લાગી રહ્યો છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવને એવું કહેતા સાંભળી શકાય છે કે, તમને સાચું કહું તો કોંગ્રેસને ડર લાગી રહ્યો છે કે મધુભાઈને ટિકિટ આપી અને મધુભાઈ જીતી ગયા તો મધુભાઈને સંભાળશે કોણ? કારણ કે મધુભાઈ ભાજપનું કંઈ સાંભળતા નથી તો આપણું શું સાંભળશે.'

ભાજપે ધર્મેન્દ્રસિંહને આપી છે ટિકિટ

આપને જણાવી દઈએ કે, વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપે પેટાચૂંટણી માટે પહેલાથી જ ઉમેદવાર ઉતારી દીધો છે, ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.  મધુ શ્રીવાસ્તવ સૌપ્રથમ 1992માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને 1997થી 2017  એમ સતત 5 ટર્મ સુધી વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. 2022માં પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા તેઓ લાલઘુમ થયા અને પાર્ટીમાંથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેઓ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને અપક્ષ MLA ધર્મેન્દ્રિસિંહ વાઘેલાની જીત થઈ હતી.

    follow whatsapp