અમદાવાદ: ગુજરાતમાં આજે વાવાઝોડુ લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની અસર શરૂ થઈ ચૂકી છે. વાવાઝોડાની અસર વચ્ચે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદમાં બપોરના 2 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે.
ADVERTISEMENT
કચ્છમાં આજે વાવાઝોડુ રાત્રે લેન્ડફોલ થવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની અસર છેલ્લા બ્એ દિવસથી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં વરસાદ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરના બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, શિવરંજની, નારોલ, વિશાલા, પંચવટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પણ પાણી-પાણી થઈ ગયા છે.તો વરસાદની સાથે શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે, આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ બંધ
કચ્છ સહિત રાજ્યના ઓતભાગના વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ છે. ત્યારે બીજી તરફ વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને અંગે AMC દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ લોકોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે રાજપથ ક્લબ પણ આજે બપોરથી બંધ કરવામાં આવ્યું છે.
અંડવાદમાં વરસાદ શરૂ
એક તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ છે ત્યારે વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. 1000થી વધુ ઝાડ ટ્રીમગ કરવામાં આવ્યા છે. 44 ભયજનક મકાન ઉતારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલ માટે હેવી પંપ પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે હવે વાવાઝોડની અસર સાથે વરસાદ પણ સતત વરસી રહ્યો છે.
ADVERTISEMENT