રાજકોટમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ, ભારે પવન ફૂંકાતા પાર્કિંગમાં પાર્ક થયેલ વાહનો ફંગોળાયા

રાજકોટ: અરબી સમુદ્રમાં અતિપ્રચંડ બનેલું વાવાઝોડું રાજ્યના અનેક વિસ્તારમાં પોતાની અસર દેખાડી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી…

gujarattak
follow google news

રાજકોટ: અરબી સમુદ્રમાં અતિપ્રચંડ બનેલું વાવાઝોડું રાજ્યના અનેક વિસ્તારમાં પોતાની અસર દેખાડી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટમાં ભારે પવનના કારણે પાર્કિંગમાં રહેલ બાઇક ફંગોળાઈ ગયું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે ભારે પણ ફૂંકાવાની શરૂઆતને લઈને રાજકોટમાં બાઇક ફંગોળાઈ ગયું હતું. ત્યારે બીજી તરફ ભારે પવનના કારણે એક સ્કૂટરની સીટ પર જાતે ખૂલી ગઈ હતી. રાજકોટ મવડી વિસ્તારમાં સવન હાઈટ્સના પાર્કિંગ મા વાવાઝોડાના લીધે અતિભારે પવન ફૂંકાતા એપાર્ટમેન્ટ માં પાર્ક થયેલ વાહનો ફંગોળાયાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

જુઓ વીડિયો

કચ્છથી 290 કિમી દૂર
બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય માટે આગામી 36 કલાક ખૂબ ભારે ગણવામાં આવે છે. ત્યારે વાવાઝોડાની અસર છેલ્લા 2 દિવસથી રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે. ત્યારે વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડુ કચ્છથી 290 કીમી દુર છે. વાવાઝોડુ 15 મી બપોરે 5 વાગ્યા આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. 100-140 કિમિ પ્રતિ કલાકની ઝડપ રહેવાની શક્યતા છે, વાવાઝોડાને લઈ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કચ્છમા અને દ્રારકામા વધારે વરસાદ છે.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp