Biparjoy: લેન્ડફોલ સમયની ભયાનકતા અંગે કહ્યું હવામાન વિભાગે, વાવાઝોડું પડ્યું નબળું?

ગાંધીનગરઃ ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવો અંદાજ છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમા લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. જોકે આ વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.

ખાખીને સલામ! વાવાઝોડાના સંકટ વચ્ચે કચ્છમાં આ રીતે 102 વર્ષના માજીને શેલ્ટર હોમમાં ખસેડાયા

લેન્ડફોલ કેમ થાય?
જ્યારે પણ કોઈ વાવાઝોડું સમુદ્રમાંથી જમીન તરફ આગળ વધે અને જમીન સાથે તે ભટકાય ત્યારે તેને લેન્ડફોલ કહે છે. આ સ્થિતિની અસર એવી થાય છે કે પાણી પછી જમીન પર તે વાવાઝોડું દેખાવા લાગે છે અને તે જમીન પર લેન્ડ ફોલ કરે છે. તે સમયે ભારે વરસાદ અને પવન ફૂંકાય છે અને દરિયાનું સ્તર પણ વધે છે. તોફાન જમીન પર આવ્યા પછી એક પ્રકારે તારાજી સર્જી નાખે છે. લેન્ડ ફોલ સમયે તેના પવનની ગતિ પણ 100 કિમી પ્રતિ કલાક કરતા વધારે હોય છે.

સામે આવ્યું છે કે આ બિપોરજોય ચક્રવાતની ચાલ પણ સાપની જેમ વાંકી ચુકી બદલાતી ચાલ છે. તેનો સીધો રસ્તો નથી. બિપોરજોયની આગાહીઓ અને હાલની સ્થિતિ અંગે હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતીએ શું કહ્યું આવો આ વીડિયોમાં જાણીએ…

    follow whatsapp