અમદાવાદમાં વૃદ્ધના ફોનમાં 54 OTP આવ્યા, દરેક વખતે 5-5 હજાર કરી ગઠિયાએ 2.80 લાખ ઉપાડી લીધા

અમદાવાદ: શહેરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના સીનિયર સીટિઝન આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેમના ખાતામાંથી 2.80 લાખ…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના સીનિયર સીટિઝન આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેમના ખાતામાંથી 2.80 લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયા. ખાસ વાત એ છે કે તેમણે પોતાનો OTP પણ કોઈની સાથે શેર નહોતો કર્યો તેમ છતાં એકાઉન્ટમાંથી 54 OTP આવ્યા બાદ પૈસા ખાલી થઈ ગયા. આ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હવે સાયબર ક્રાઈમ તેની તપાસ કરી રહી છે.

બે બેંકના ખાતા ભેજાબાજે ખાલી કરી નાખ્યા
શહેરના નંવરંગપુરામાં ફૂડનું કામ કરતા શપનભાઈ પિતા શૈલેષભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ બપોરે ઘરે હતા ત્યારે તેમના ફોનમાં એક ઓટોપી આવ્યો અને રૂ.5000નું ટ્રાન્ઝેક્શન થયું. આ બાદ આવા 30 OTP આવ્યા અને વધુ ટ્રાન્ઝેક્શન થયા. થોડીવાર પછી બીજા બેંક એકાઉન્ટમાંથી આ રીતે OTP આવ્યો અને ફરી રૂ.5000નું ટ્રાન્ઝેક્શન થયું. ત્યારે બાદ વધુ 24 OTP આવ્યા અને ગઠિયાએ ધીમે ધીમે કરી 54 OTPથી રૂ.2.80 લાખ ઉપાડી લીધા.

પિતાનું એકાઉન્ટ ખાલી થતા દીકરાએ કરી પોલીસ ફરિયાદ
આ રીતે પિતાનું એકાઉન્ટ સાબયર ફ્રોડે ખાલી કરી નાખતા આખરે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મુજબ આ પ્રકારની અન્ય ત્રણ અરજીઓ પણ તેમને મળી છે અને ઠગાઈની આ નવી મોડસ ઓપરન્ડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાયબર એક્સપર્ટ્સે આપી લોકોને સલાહ
બીજી તરફ સાયબર એક્સપર્ટ્સ પણ લોકોને સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે. સાયબર એક્સપર્ટ્સ મુજબ, ફોનમાં અજાણી એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરવી જોઈએ. કોઈ અજાણી લિંક પણ ન ઓપન કરવી જોઈએ. આમ કરવાથી સાયબર ફ્રોડને તમારો ડેટા મળી શકે છે. અજાણ્યા પ્લેટફોર્મ પરથી પણ એપ કે સોફ્ટવેર ન લેવા જોઈએ. તમારી આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતની વિગતો કોઈ જાહેરાત કે એપ્લિકેસન લિંકમાં ન આપવી જોઈએ. મોલ કે બજારમાં તમારી ગુપ્ત માહિતી ન આપવી જોઈએ.

    follow whatsapp