સુરતમાં કટલરીની લારી ચલાવનારનો દીકરો સેનામાં લેફ્ટનન્ટ કર્નલ બનશે, સરકારી સ્કૂલમાં ભણીને બનાવ્યું કરિયર

સંજયસિંહ રાઠોડ/સુરત: ખંત એ ચાવી છે, જે નસીબના દરવાજા ખોલે છે. સુરતના એક યુવકે આ કહેવતને સાચી સાબિત કરી છે. શહેરના નવાગામ વિસ્તારમાં રહેતા 18…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ખંત એ ચાવી છે, જે નસીબના દરવાજા ખોલે છે. સુરતના એક યુવકે આ કહેવતને સાચી સાબિત કરી છે. શહેરના નવાગામ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય દેવેન્દ્ર પાટીલની NDAમાં પસંદગી કરવામાં આવી છે. દેવેન્દ્રના પિતા સંજય કટલરીની લારી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. શહેરની સરકારી શાળામાંથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. શાળામાં જ અભ્યાસ કરતી વખતે NDAની પરીક્ષા અંગે માહિતી મળી હતી. દેવેન્દ્ર કહે છે કે, તેણે બોલિવૂડની ફિલ્મો સોલ્જર અને શેરશાહ જોઈને સેનામાં જોડાવાનું મન બનાવ્યું અને આ માટે દેવેન્દ્ર સડક સે સરહદ તક નામની સ્થાનિક યુવા સંસ્થા પાસેથી માર્ગદર્શન મેળવતો રહ્યો.

પુત્રની સફળતા પર પિતા અનુભવી રહ્યા છે ગર્વ
સુરતના એકમાત્ર દેવેન્દ્ર પાટીલની સખત મહેનત બાદ NDA-નેશનલ ડિફેન્સ એકેડમીમાં પસંદગી કરવામાં આવી છે. દેવેન્દ્રના પિતા સંજયભાઈ પાટીલ, જેઓ પરિવારનું ભરણપોષણ કરવા માટે કટલરીની લારી ચલાવે છે, તેઓ તેમના પુત્રની સફળતા પર ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે, દરેક માતા-પિતાએ પોતાના સંતાનોને તેમના પુત્રના પ્રયાસનો દાખલો બેસાડીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

છેલ્લા 2 વર્ષથી NDAની પરીક્ષાની તૈયારી ચાલતી હતી
દેવેન્દ્ર, સમાધાન અને અજય નામના ત્રણ મિત્રો કહે છે કે, કોરોનાના સમયગાળામાં મહત્તમ સમય મળવાને કારણે તેઓ અભ્યાસ માટે સારો સમય ફાળવી શક્યા હતા, જેના કારણે તેમની પરીક્ષામાં સફળતાની શક્યતા વધી ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રના વિંચુર ગામના રહેવાસી દેવેન્દ્ર પાટીલે છેલ્લા 2 વર્ષથી NDA પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.

‘સડક સે સરહદ તક’ જૂથે કરી મદદ
સુરતમાં સ્થાનિક વિદ્યાર્થી દ્વારા ચલાવવામાં આવતા ‘સડક સે સરહદ તક’ જૂથમાં જોડાયા અને વાંચન-લેખન અને શારીરિક તાલીમ મેળવી, જેણે પરીક્ષા પાસ કરવામાં ઘણી મદદ કરી. મધ્યમ આર્થિક સ્થિતિ હોવા છતાં કુટુંબનો સહકાર અને પ્રોત્સાહને તેમને નવી ઊર્જા આપી.

    follow whatsapp