ક્યૂટ તસવીરઃ સુરતમાં ચાર વર્ષનું બાળક આર્મીની વર્દી સાથે આવ્યું અને જવાનો સાથે ઊભું રહી ગયું

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલ ગુજરાત વિધાનસભા ઈલેક્શનના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ મતદાન પ્રક્રિયામાં શાંતિ પ્રિય માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય કે ગેર પ્રવૃત્તિ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલ ગુજરાત વિધાનસભા ઈલેક્શનના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ મતદાન પ્રક્રિયામાં શાંતિ પ્રિય માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય કે ગેર પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત પોલીસની સાથે આર્મીની ટીમ પણ શહેરમાં અને મતદાન બુથ સેન્ટર પર તહેનાત જોવા મળી છે. ત્યારે આ બધાની વચ્ચે સુરતના રાંદેરમાં રહેતો ચાર વર્ષનો બાળક આર્મી ના કપડા પહેરી સવારથી જ આર્મી જવાનોની સાથે સુરક્ષામાં જોતરાઈ ગયો છે.

ચાર વર્ષનો બાળક મતદાન સુરક્ષાકર્મીઓ સાથે જોડાયો
સુરતના રાંદેર ગામના મોટી ફળીમાં રહેતો ચાર વર્ષનો બાળક સ્વયં પટેલ આર્મી મેન બની મતદાન સુરક્ષામાં જોડાઈ ગયો છે. ચાર વર્ષના બાળકનું આર્મી ઓફિસર બનવાનું સપનું છે. ગુજરાત વિધાનસભાના ઈલેક્શનના પ્રથમ ચરણનું આજે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન આર્મીની સાથે પોતે પણ મતદાન સુરક્ષામાં જોડાઈ ગયો છે. ચાર વર્ષનો સ્વયં પટેલ રાંદેરમાં આવેલી લોકમાન્ય શાળામાં ચાલી રહેલા મતદાન પ્રક્રિયામાં સુરક્ષા જવાનો સાથે આવીને જાણે પોતે પહેરો આપવા ઊભો છે તેવી રીતે મક્કમતાથી ઊભો છે.

આર્મી ના કપડા અને ગન સાથે બાળક દ્વારા સુરક્ષા
ચાર વર્ષનો સ્વયં પટેલ આર્મીના કપડા પહેરી અને સાથે આર્મી મેન જે ગન લઈને ફરતા હોય છે તે જ પ્રકારની ઘન પોતાની સાથે રાખી સુરક્ષામાં વહેલી સવારથી જ ઊભો રહી ગયો છે. લોકમાન્ય સ્કૂલની બહાર આર્મીના જવાનો સુરક્ષા આપી રહ્યા છે તેની સાથે સાથે ચાર વર્ષનો આ બાળક પણ તેમની જ સ્ટાઈલમાં સુરક્ષા આપી રહ્યો છે. સુરક્ષાની સાથે સાથે આવતા જતા તમામને મતદાન જાગૃતિનો પણ સંદેશ પાઠવી રહ્યો છે.

મતદાન કરવા આવનારમાં આકર્ષણનું કેન્દ્ર
ચાર વર્ષના બાળકનો શોખ અને તેનું સપનું મતદાન કરવા આવનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી જ્યારે મતદાન પ્રક્રિયા માટેનું આ બુથ શરૂ થયું ત્યારથી આ સ્વયં પટેલ પણ આર્મીના જવાનોનો ડ્રેસ પહેરીને આર્મી જવાનો સાથે સુરક્ષા કરતો ઊભો રહી ગયો છે. બાળકની ખુમારી અને આર્મી સાથેનું પેશન જોઈ આવતા જતા તમામ મતદારોમાં પણ તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. લોકો આ બાળકને જોઈ તેની સાથે સેલ્ફી પણ પડાવી રહ્યું છે અને તેના આ કાર્યથી પ્રેરણા પણ મેળવી રહ્યું છે તો ઘણા બાળકના આ કાર્યને આવકારી વધાવી રહ્યું છે.

    follow whatsapp