અમદાવાદઃ અર્થતંત્રને કઈ દિશામાં લઈ જવા માગે છે સરકાર તે હાલ ચોક્કસ પણે સામે આવી રહ્યું નથી, પણ હાલમાં જ જ્યાં 1000, 500ની નોટ બંધ કરી નવી 500 અને 2000ની નોટો લવાઈ હતી ત્યાં ફરી 2000ની નોટોને પાછી ખેંચવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારં ઘણા લોકો આ તકનો લાભ પણ ઉઠાવી રહ્યા છે. મોટી ચલણી નોટ છે અને તેમાં કૌભાંડ પણ મોટું થઈ શકે છે તે વાત સ્પષ્ટ છે ત્યારે નકલી નોટો સાથે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદે જે શખ્સોને પકડ્યા છે તેમની ગુનાહિત બુદ્ધીથી તેમણે કાંઈક અલગ જ રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 7.85 લાખની નકલી નોટો સાથે ત્રણ શખ્સોને પકડ્યા છે. આ લોકો 2000ની નોટ વટાવનારાઓને 500ની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. મતલબ કે જો તમારી પાસે 2000ની નોટો છે અને બદલવી છે તો તમે આ શખ્સોનો સોફ્ટ ટાર્ગેટ બની શકો છો. તમે આપો ખરી નોટો અને સામે તમને 500ની નકલી નોટો પધરાવી દેવાની તૈયારીમાં હતા આ શખ્સો.
ADVERTISEMENT
સાક્ષી 10 દિવસથી પોતાની ફ્રેન્ડના ઘરે હતી, સાહિલે ત્યાંથી પકડી અને હત્યા કરી નાખી
વિગતો મળી અને પોલીસ પહોંચી નરોડાના એક એટીએમ પાસે
હાલમાં જ અમદાવાદ પોલીસે નરોડામાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપી હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વિગતો મળી કે નરોડા પાટીયા પાસેના એક એટીએમ પાસે કેટલાક શખ્સો બેઠા છે જેમની પાસે 500ની નકલી નોટો છે. ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી ગઈ અને તે ત્રણેયને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 500ની કુલ 1570 નોટો જપ્ત કરી હતી. પોલીસે પકડેલા ત્રણેયમાં રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુરંગન પિલ્લાઈ (રહે, ગુજરાત હા. હાટકેશ્વર), દિનેશ ઉર્ફે લાલો રાજપુત (રહે, પંજાબી તાળાવાળાની ચાલી, હાટકેશ્વર) અને મોહન અનબલગન ગવન્ડર (રહે મીરા એપાર્ટમેન્ટ, મણીનગર)નો સમાવેશ થાય છે. આ શખ્સો 2000ની નોટના છૂટા લેવાના હોય તેવાઓને 500ની આ નકલી નોટો 4 પધરાવી દેવાના આયોજનમાં હતા. જોકે પોલીસ અને તેના નેટવર્કની સતર્કતાને પગલે આખરે આ ત્રણેયને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT