મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવા જતા મારી પૂંછડીની થપાટઃ જુઓ વડોદરાનો Live Video

વડોદરાઃ વડોદરામાં વરસાદ પડે અને ક્યાંય મગર જોવા ના મળે તેવું લગભગ બનતું નથી. વડોદરા શહેરમાં માણસની વસ્તી નજીક આટલી મોટી માત્રામાં મગર વસતા હોય…

gujarattak
follow google news

વડોદરાઃ વડોદરામાં વરસાદ પડે અને ક્યાંય મગર જોવા ના મળે તેવું લગભગ બનતું નથી. વડોદરા શહેરમાં માણસની વસ્તી નજીક આટલી મોટી માત્રામાં મગર વસતા હોય તેવું અહીં જ જોવા મળે છે. જોકે વરસાદમાં ઘણી વખત મગર બહાર આવી જતા હોય છે જેના કારણે લોકોમાં પણ એક ભયનો માહોલ રહેતો હોય છે કારણ કે મગરના એટેકના અહીં ઘણા બનાવો બની ચુક્યા છે. અહીં વડોદરામાં આજે વધુ એક મહાકાય મગર પકડાયો છે. આપને જણાવી દઈએ કે મગરના શરીરના 40 ટકા બોડી માસ તેની પૂંછડીમાં હોય છે. આ પૂંછળી મગર પોતાના શિકારને મારવા અને પોતાના બચાવમાં પણ કરતો હોય છે. હાલમાં જ આ મગરના રેસ્ક્યૂ વીડિયોમાં જોવા મળ્યું કે, મગરે આ પ્રકારે પૂંછડીની થપાટ મારી પરંતુ રેસ્ક્યૂ કરનારનું સદનસીબ કે તે તેનાથી દોઢેક ફૂટ દૂરથી નીકળી ગઈ. શક્ય છે કે આ પૂંછડીની થપાટ વાગી હોત તો ત્યાં જ આ વ્યક્તિ નીચે ઢળી પડતા.

દાહોદઃ નદીમાં રેતી ખનન કરનારાઓને દેખાયું તેનું રૌદ્રરૂપઃ જુઓ Video કેવા ફસાયા

વડોદરાની પાસે એક 12 ફૂટનો મગર રોડ પર જાણે ટહેલવા નીકળ્યો હોય તે રીતે જોવા મળ્યો હતો. જોકે આટલો મોટો મગર જોઈ કોઈનું પણ લોહી થીજી જાય. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર છે. જેને કારણે ઘણી વખત તેઓ નદીમાંથી બહાર આવી જતા હોય છે અને ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં તો આ સંખ્યા ઘણી જોવા મળતી હોય છે. ઘણી વખત તો એવું પણ બન્યું છે કે વડોદરામાં સોસાયટીમાં વરસાદના પાણી ભરાઈ ગયા હોય અને સોસાયટીના આ ભરાયેલા પાણીની અંદર મગર છૂપાયેલો હોય અથવા કોઈ પ્રાણી ઉપર એટેક કરવાનો પ્રયત્ન કર્યો હોય. લોકો માટે અહીં મગર જોવો કે નીકળવો એક નવાઈ જેવું રહ્યું જ નથી પરંતુ આપણે જાણીએ છીએ કે મગર કેટલા હિંસક પ્રાણીઓમાં સ્માવિષ્ટ છે.

આ તરફ જ્યારે આ 12 ફૂટોનો મગર વડોદરામાં જોવા મળ્યો ત્યારે તેને પકડવા માટે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂની ટીમ દ્વારા જહેમત શરૂ કરી દેવાઈ હતી. ભારે તાકાતવર અને જલદી કાબુમાં ના આવનારો આ મગર સલામત રીતે પકડી પાંજરામાં પુરવામાં રેસ્ક્યૂ ટીમને વરસાદમાં પણ પરસેવો પડી ગયો હતો. મગર એટલો હિંસક હતો કે તે ઘણી વખત બચવા માટેના પ્રયત્નો કરતો હતો. જોકે આખરે મહા મહેનતે આ મગરનું રેસ્ક્યૂ થયું છે. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયો અમે અહીં આપ સમક્ષ રજુ કર્યા છે.

(ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)

    follow whatsapp