Gir Somnath News: ગુજરાતની ધરતી પર એવી અનોખી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આશ્ચર્ય થાય. આપણે સિંહ સાથે બાપુની દોસ્તીની વાર્તા સાંભળી છે. તેને મળતી આવતી એક કહાની ગીર સોમનાથની ધરા પર બની રહી છે. જ્યાં સિંહ સાથે ભગતની દોસ્તીની સત્ય ઘટના જોવા મળી રહી છે. અહીં આપ માટે વીડિયો પણ દર્શાવાયો છે. જેમાં એક વ્યક્તિ શીતલ નામથી બુમ પાડે છે અને ઊંડા પાણીમાં રહેલો મગર તરત તેની પાસે આવી જાય છે.
ADVERTISEMENT
કોણ છે આ વ્યક્તિ? જેણે મગર સાથે દોસ્તીની કરી હિંમત
આ મગર અને માણસ વચ્ચેની દોસ્તીની કહાની છે. જ્યાં મગર એવું હિંસક પ્રાણી કહેવાય કે જે પોતાના શિકાર પર બિલકુલ પણ દયા કરતો નથી. તેની આક્રમકતા અંગે આપણે સારી રીતે જાણીએ છીએ. આવા હિંસક પ્રાણી સાથે દોસ્તી કરવાની હિંમત અહીં ગીર સોમનાથના જીવા ભગત નામના વ્યક્તિએ કરી છે.
Surat સિવિલમાં કોરોના કરતા ભયાનક સ્થિતિ, બેડ ખુટી પડતા દર્દીઓને નીચે સુવડાવી સારવાર
ભગતે કહ્યું ‘શીતલ… જય ખોડિયાર’ અને મગર બિલકુલ શાંત
અહીં દર્શાવેલો વીડિયો જોઈ કદાચ કલ્પી પણ શકાય નહીં પરંતુ આ સત્ય હકીકત છે. તે પણ વીડિયોમાંથી પણ સ્પષ્ટ થાય છે. આ વીડિયો સવની ગામ નજીક આવેલા ખોડીયાર મંદિરના ગાગડીયા ધરાનો છે. હિરણ નદીના કિનારે આવેલા ખોડીયાર મંદિરના ધરા પાસે ગાગડીયા ઘૂનો(ધોધ) આવેલો છે. જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતા મગરને “શીતલ” નામથી સંબોધે છે. તે ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય પરંતુ જીવા ભગત શીતલ… શીતલ…. નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવે છે. જીવા ભગત તેમને ખાવાનો ખોરાક આપે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે તેઓ સેવ મમરા અને ગાંઠિયા આપે છે જે મગરને ઘણા પસંદ છે. ત્યારબાદ તે હિંમત સાથે મગરના માથા પર હાથ પણ ફેરવે છે અને ત્યારબાદ મગર જતો રહે છે. દ્રશ્યો જરૂર જોખમી છે પરંતુ હાલ આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સવની ગામ પાસે આવેલા ખોડીયાર ગાગડીયા ધરાનો હોવાનું મનાય છે.
ADVERTISEMENT