ધારી શહેરમાં ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં દેખાયો મહાકાય મગર- Video

અમરેલીઃ ખોડિયાર ડેમના ‘છેવાળું સિનેમા’ પાસે ધોળા દિવસે એક મહાકાય મગર દેખાયો હતો. જુના સિનેમા પાસે રહેણાક વિસ્તાર હોવાથી સ્થાનિકોમાં ફફડાડ મચી ગયો હતો. Viral…

gujarattak
follow google news

અમરેલીઃ ખોડિયાર ડેમના ‘છેવાળું સિનેમા’ પાસે ધોળા દિવસે એક મહાકાય મગર દેખાયો હતો. જુના સિનેમા પાસે રહેણાક વિસ્તાર હોવાથી સ્થાનિકોમાં ફફડાડ મચી ગયો હતો.

Viral Kohli ના બહુચર્ચિત ઇયર બર્ડની કિંમત સાંભળી ચોંકી ઉઠશો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓ સવારે સિનેમા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને મગર દેખાયો હતો. મગર લગભગ 10 ફૂટ જેટલો અંદાજે લાંબો હતો અને તે પાણીમાંથી બહાર આવી આરામ કરી રહ્યો હતો. સ્થાનીકોએ તુરંત આ ઘટનાને વીડિયો કેમેરામાં કંડારી લીધી હતી. આ પહેલાં પણ ખોડિયાર ડેમમાં મગર દેખાયો હતો. સ્થાનિકોએ મગર દ્વારા શ્વાનો અને અન્ય જીવોનો શિકાર કરાતો જોયો છે. સ્થાનિકોએ વીડિયો ઉતારી લઈને મગર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાયએ પહેલા તંત્રને જાગૃત કર્યું છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp