નામ બડે દર્શન છોડે! આણંદમાં જાણીતી હોટલમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો, ગ્રાહકે વાઈરલ કર્યો વીડિયો

Anand News: બહારનું ખાવાના શોખીનો ચેતી જજો. લારી કરતા સારી રેસ્ટોરન્ટમાં વધુ પૈસા આપીને જમો તો તમને શુદ્ધ જમવાનું મળે તેવો ભ્રમ હોય તો ભૂલી…

મસાલાના પાપડની પ્લેટમાં નીકળેલા વંદાની તસવીર

મસાલાના પાપડની પ્લેટમાં નીકળેલા વંદાની તસવીર

follow google news

Anand News: બહારનું ખાવાના શોખીનો ચેતી જજો. લારી કરતા સારી રેસ્ટોરન્ટમાં વધુ પૈસા આપીને જમો તો તમને શુદ્ધ જમવાનું મળે તેવો ભ્રમ હોય તો ભૂલી જજો. મોંધી રેસ્ટોરન્ટમાં પણ હવે પીરસાતા ભોજનમાં સ્વચ્છતા જળવાતી નથી અને એક બાદ એક જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આણંદમાં આવેલી ક્રિસેન્ટ રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. ગ્રાહકે ઘટનાનો વીડિયો ઉતારીને વાઈરલ કર્યો હતો.

પાપડની પ્લેટમાં વંદો નીકળ્યો

વિગતો મુજબ, આણંદમાં રાજ પાર્ટી પ્લોટની સામે આવેલી ક્રિસેન્ટ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા ગ્રાહકે મસાલા પાપડ મગાવ્યો હતો. જ્યારે મસાલા પાપડની પ્લેટ તેને આપવામાં આવી ત્યારે તેમાં વંદો દેખાતા ગ્રાહક ચોંક્યો હતો. જેનો વીડિયો તેણે ઉતાર્યા બાદ વાઈરલ થયો હતો. મોટી રેસ્ટોરન્ટમાં પણ આ પ્રકારની બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે.

આણંદની ક્રિસેન્ટ રેસ્ટોરન્ટ અને બિલની તસવીર

નોંધનીય છે કે, અગાઉ પણ આવા ઘણા કિસ્સોઓ સામે આવી ચૂક્યા છે. જેમાં ક્યારેક બર્ગરમાં ઈયળ તો ક્યારેક પિઝામાં વંદો નીકળ્યો હોય. ખાણી-પીણીની વસ્તુઓમાં બેદરકારીના કિસ્સાઓ સામે આવતા ફૂડ વિભાગ દ્વારા ઘણી જગ્યાએ ચેકિંગ કરવામાં આવતું હોય છે. જોકે આણંદની આ ઘટનામાં હજુ સુધી ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહીની બાબત સામે આવી નથી.

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

 

    follow whatsapp